Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ માર્ગ અને મકાન વિભાગના સિનીયર ક્લાર્ક ભીખાભાઇ બારડનો વિદાય સમારંભ યોજાયો 

અમદાવાદ જીલ્લાના વિરમગામ માર્ગ અને મકાન વિભાગમાં સિનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ બારડ તારીખ- 30/11/18ના રોજ વય નિવૃત થયા હતા. માર્ગ અને મકાન વિભાગમાં સિનીયર ક્લાર્ક તરીકે નિષ્ઠા પુર્વક ફરજ બજાવતા ભીખાભાઇ બારડનો શુક્રવારે વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા છે. સિનીયર ક્લાર્ક  બી.એમ બારડ સતત હસતા અને મિલનસાર સ્વભાવના અને સતત લોક સંપર્કમાં રહ્યા હતા. સિનીયર ક્લાર્ક  ભીખાભાઇ બારડના વિદાય સમારંભમાં ડી કે બદરકીરા, જી ડી પરીખ, અજય પટેલ, અજિત ઝા સહીતના અધિકારી કર્મચારીઓ, પત્રકારો, સામાજિક કાર્યકરોએ તેઓને નિવૃતિ બાદ પણ સામાજીક કાર્યોમાં પ્રવૃત રહીને સુખી, સ્વસ્થ, નિરોગી જીવન વિતાવે તેવી શુભકામનાઓ આપી હતી.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ઓલ ઈન્ડિયા સિટીઝન વિજીલન્સ કમિટિના વર્કશોપ યોજાયો

aapnugujarat

રાજસ્થાનનો સમાજ દુધમાં સાકરની જેમ ભળી ગયો છે : રૂપાણી

aapnugujarat

દેવપુરા ગામે કિસાન મુદ્દે ખેડુત અધિકાર સંમેલન તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયું

editor

Leave a Comment

UA-96247877-1