Aapnu Gujarat
ગુજરાત

રાજસ્થાનનો સમાજ દુધમાં સાકરની જેમ ભળી ગયો છે : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજસ્થાની સમાજ ગુજરાતમાં દુધમાં સાકરની જેમ ભળી ગયો છે. અખિલ ગુજરાત હિન્દી સમાજ પ્રેરિત ગુજરાત-રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા આયોજિત ફાગ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજસ્થાન એ ગુજરાતનું પડોશી રાજ્ય છે. રાજસ્થાનના લોકોએ ગુજરાતમાં વસી ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી ગુજરાતના વિકાસ-પ્રગતિને વેગ આપવાનું કાર્ય કર્યું છે. મુખ્યમંત્રીએ ફાગોત્સવ એ રંગોનો તહેવાર છે. તે જ રીતે આપણા સૌના જીવનમાં ફાગોત્સવનાં રંગો રેલાય અને આગામી વર્ષ ઉમંગ-ઉલ્લાસ સાથે વિતે તેવી સૌને શુભેચ્છા પાઠવી હતી. રાજસ્થાન એ પરાક્રમ-વેપાર અને સંસ્કારની ભૂમિ છે તેમ જણાવી કહ્યું કે, રાજસ્થાની આગવા ખમીર અને ખુમારી ધરાવતો ગૌરવવંતો ઈતિહાસ ધરાવે છે. રાજસ્થાન ગુજરાત પડોશી રાજ્ય છે અને બંને રાજ્યો સુખ દુઃખમાં સાથે મળી આગળ વધ્યા છે તેમ જણાવી સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે નયા ભારતના નિર્માણમાં સહભાગી થવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ બેટી બચાવો બેટી વધાવો અને સ્વચ્છતા અભિયાન માટે ૫૧,૦૦૦ના ચેક સ્વીકાર્યા હતાં અને રાજસ્થાની કલાકારો દ્વારા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિ પ્રસ્તુતિને નિહાળી હતી. કેન્દ્રીય ન્યાય અને કાયદા મંત્રી પીપી ચૌધરીએ જણાવ્યું કે, ગુજરાતમાં રોડ, રસ્તા, પાણી, વીજળીના અદભૂત વ્યવસ્થા છે જેના દ્વારા ગુજરાત દેશમાં અનુકરણીય રાજ્ય બન્યું છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સુદ્દઢ વ્યવસ્થા છે તેથી રાજસ્થાનના લોકો ગુજરાતમાં શાંતિથી પોતાનો ધંધો કરી શક્યા છે અને અહીં સરળતાથી વસી શક્યા છે. અમદાવાદમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધાઓના કારણે રાજસ્થાનના લોકો સારવાર લેવા માટે આવે છે, તેમ જણાવી ગુજરાતે તમામ ક્ષેત્રોમાં કરેલા વિકાસની સરાહના કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, તહેવારો એ રાજસ્થાનની ઓળખ છે અને મહોત્સવનો આનંદ માણવો એ તેઓની સાંસ્કૃતિક પરંપરા છે.

Related posts

અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધ્યા

aapnugujarat

તળાવના વિકાસ તેમજ ટ્રાફિક સમસ્યા પ્રશ્ને અમદાવાદ મ્યુનિ. વિપક્ષના પ્રહારો

aapnugujarat

અમદાવાદ રેલવે સ્ટેશને પહેલીવાર બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, જાણો કેટલો હશે ચાર્જ

editor

Leave a Comment

UA-96247877-1