Aapnu Gujarat
રમતગમત

બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા પર દ.આફ્રિકાનો ૬ વિકેટે વિજય

પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં આજે આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા ઉપર છ વિકેટે જીત મેળવીને શ્રેણી ૧-૧થી બરોબર કરી હતી. જીતવા માટેના ૧૦૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આફ્રિકાએ ચાર વિકેટ ગુમાવીને ૧૦૨ રન કરીને આ મેચ જીતી લીધી હતી. આફ્રિકા તરફથી ડિવિલિયર્સે ૨૮ અને અમલાએ ૨૭ રન કર્યા હતા. આ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૨૪૩ રન બનાવ્યા હતા.ત્યારબાદ આફ્રિકાએ ૩૮૨ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૨૩૯ રન કર્યા હતા. આફ્રિકાએ બીજા દાવમાં સરળતાથી જીતવા માટેના રન બનાવી લીધા હતા. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. આ શ્રેણી રોચક બનવાના સંકેત પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. કારણ કે, બંને ટીમો સંતુલિત ટીમ હોવાથી એકબીજાને જોરદાર ટક્કર આપી રહી છે. રબાડાની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

Related posts

કિંગ્સ ઈલેવન પંજાબ : અશ્વિનની કેપ્ટનશીપમાં હવે ગેલ, મિલર અને યુવી રમશે

aapnugujarat

इंग्लैंड के गेंदबाज खास तरकीब लगा चमका रहे गेंद

editor

રવિ શાસ્ત્રીમાં જરાય ટૅલન્ટ નહોતી : કપિલ દેવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1