Aapnu Gujarat
રમતગમત

રવિ શાસ્ત્રીમાં જરાય ટૅલન્ટ નહોતી : કપિલ દેવ

૧૯૮૩માં ભારતને વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર કૅપ્ટન કપિલ દેવે ગઈ કાલે એક કાર્યક્રમ દરમ્યાન ભૂતપૂર્વ ક્રિકેટર અને ૧૯૮૩માં વર્લ્ડ ચૅમ્પિયન ટીમના તેના સાથી રવિ શાસ્ત્રીમાં જરાય ટૅલન્ટ નહોતી એમ કહીને લોકોને ચોંકાવી દીધા હતા, પણ ત્યાર બાદ ઉમેર્યું હતું કે તેની દૃઢ ઇચ્છાશક્તિના જોરે તે ટીમના મૂલ્યવાન ખેલાડી તરીકે લાંબા સમય સુધી ભારતીય ટીમનો હિસ્સો બની રહ્યો હતો.
ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાના પુસ્તક ‘નંબર્સ ડૂ લાઇ’ના લોકાર્પણ પ્રસંગે કપિલ દેવે ટૅલન્ટ દ્વારા અને યોગ્ય અભિગમ વડે સફળતા પ્રાપ્ત કરનાર ક્રિકેટરો વચ્ચેના તફાવત વિશે બોલતાં જણાવ્યું હતું કે ‘બે પ્રકારના ક્રિકેટરો જોવા મળતા હોય છે. એક કે જેનામાં ખૂબ પ્રતિભા છે, પણ વધુ મૅચો નથી રમી શકતા અને બીજા કે જેનામાં ટૅલન્ટનો અભાવ છે, પણ ઘણીબધી મૅચો રમે છે. રવિ શાસ્ત્રી જેમાં કોઈ ટૅલન્ટ નહોતી પણ લાંબા સમય સુધી ખૂબબધી મૅચો રમી છે. મને લાગે છે એ તેની ઉપલબ્ધિ છે. બીજી તરફ મારી ૩૦થી ૪૦ વર્ષની ક્રિકેટ-કરીઅરમાં લક્ષ્મણ શિવરામકૃષ્ણન જેવો ટૅલન્ટેડ ક્રિકેટર નથી જોયો, પણ તે ૧૦ ટેસ્ટ-મૅચ પણ નહોતો રમી શક્યો.’રવિ શાસ્ત્રી વિશે કપિલે વધુમાં કહ્યું હતું કે ‘રવિ શાસ્ત્રીની ઇચ્છાશક્તિ કમાલની હતી. ટીમમાં અમે એની જ કદર કરતા હોઈએ છીએ. અમે તેને કહેતા હતા કે રવિ, તું ૩૦ ઓવર સુધી ટકી રહેજે. રન માત્ર ૧૦ જ બનાવીશ તો પણ કોઈ વાંધો નથી, કેમ કે તારા ૩૦ ઓવર સુધી મેદાનમાં ટકી રહેવાને લીધે બૉલ થોડો નરમ થઈ જશે અને પછી અમે ફાસ્ટ બોલરોની આસાનીથી ધુલાઈ કરી શકીશું.’કપિલે છેલ્લે કહ્યું હતું કે હું રવિ શાસ્ત્રીના મોઢા પર પણ આ વાત કરી શકી છું કે તારામાં ટૅલન્ટ નથી અને તું સારો ઍથ્લીટ ન હોવા છતાં હું તારો પ્રશંસક છું.કપિલ દેવના મતે અનિલ કુંબલે પણ સારો ઍથ્લીટ નહોતો પણ જ્યારે આપણે તેના પર્ફોમન્સ પર નજર કરીએ તો તેનાથી સારો કોઈ નથી. સૌરવ ગાંગુલી પણ કંઈ સારો ઍથ્લીટ નહોતો.

Related posts

કોહલીની તુલના એલ્વીન કાલીચરણે વિવિયન રિચર્ડસ સાથે કરી

aapnugujarat

વિન્ડિઝ પર પ્રથમ વનડેમાં ન્યુઝીલેન્ડની ૫ વિકેટે જીત

aapnugujarat

हमारे लिए कुछ भी अच्छा नहीं रहा : करुणारत्ने

aapnugujarat

Leave a Comment

UA-96247877-1