Aapnu Gujarat
Uncategorized

વ્યાજખોરના ઘરેથી મળી એટલી રોકડ કે મંગાવ્યું પડ્યું મશીન

વેરાવળમાં પોલીસે એક એપાર્ટમેન્ટમાં દારૂ વેચાતો હોવાની શંકાએ રેડ પાડી હતી. રાત્રે એપાર્ટેમેન્ટના વિવિધ બ્લોકની તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, તે દરમિયાન પોલીસ એક વ્યાજખોરના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસ કરવામાં આવતા પોલીસને 46 લાખ રૂપિયા રોકડા, 19 લાખથી વધુની કિંમતનું સોનું, દારૂની 48 બોટલ સહિતનો 65 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એક સાથે આટલા બધા રોકડાં રૂપિયા હોવાથી પોલીસે પૈસા ગણવા માટે મશીન મંગાવવું પડ્યું હતું. જોકે વ્યાજખોર ફરાર થતાં તેને પકડવા માટે ચક્રોગતીમાન કરવામાં આવ્યા છે.
આખી ઘટનાની વિગત આ પ્રમાણે છે કે વેરાવળના બાલાજી એપાર્ટમેન્ટમાં દારૂ વેચાતો હોવાની શંકાએ પોલીસ રાત્રે રેડ પાડી હતી. જે દરમિયાન વિવિધ બ્લોકમાં ચેકિંગ દરમિયાન બ્લોક નં.1માં રહેતા અશોક નારણ જેઠવા કે જે વ્યાજોખરીનો ધંધો કરે છે, તેને ત્યાં તપાસ હાથ ધરતા તેના ઘરેથી દારૂની બોટલ મળી આવી હતી. આ ઉપરાંત નાણા ધિરાણ કર્યાની ડાયરીઓ, નોટબુક, 46.65 લાખ રોકડાં, 19 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના, વિઝાકાર્ડ, મોબાઇલ, કોરાચેક, ડોંગલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આટલા રૂપિયા રોકડાં મળતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો.
શહેરમાં વ્યાજ વટાવનો ધંધો કરતા લોકોથી સાવચેત રહેવુ જોઇએ અને જેટલા લોકોએ આ શખ્સ પાસે દાગીના ગીરવે મુકી રૂપિયા લીધા છે તે લોકો પોલીસનો સંપર્ક કરે તેમ પીઆઇ બી.બી.કોળીએ જણાવ્યું હતું. તેમજ ડીવાયએસપીએ કહ્યું કે આ અંગે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરાઇ છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

જામનગરમાં કોરોનાના કેસ વધ્યાં

editor

અલગ-અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરતી ભટ્ટી ગેંગના સૂત્રધાર સહિત ૮ આરોપીઓ ઝડપાયા

editor

બોટાદ પાસે જાનૈયાઓની ટ્રક ખાબકતાં ૩૨નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1