Aapnu Gujarat
Uncategorized

બોટાદમાં ડોકટરે દારૂ પી ડિલીવરી કરાવતાં માતા અને શિશુનું મોત

બોટાદ શહેરની સોનાવાલા હોસ્પિટલમાં એક સગર્ભા મહિલાની પ્રસુતી દરમિયાન શિશુનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ માતાનું પણ મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પરિવારજનોએ માતા અને બાળકના મોત બાદ જોરદાર હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલના જવાબદાર ડોકટરે નશાની હાલતમાં પ્રસૂતિ કરાવવાની કામગીરી કરી હતી અને તેથી આ આ દુર્ઘટના બની હતી. દારૂ પીધેલી હાલતમાં આ પ્રકારે બેજવાબદારીપૂર્વકનું કૃત્ય આચરી કોઇના જીવન સાથે રમત રમનાર ડોકટર વિરૂધ્ધ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં પણ ડોક્ટર દારુ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવતા પોલીસે ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બોટાદમાં સોમવારે મોડી રાત્રે એક સગર્ભા મહિલાને પ્રસુતીની પીડા ઉપડતા શહેરની સોનાવાલા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જેના પગલે હોસ્પિટલના ડોક્ટર પ્રકાશ લાખાણીએ સગર્ભા મહિલાની પ્રસુતી કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે પ્રસુતી દરમિયાન પ્રથમ બાળકનું મોત અને બાદમાં માતાનું પણ મોત નિપજ્યું હતું. નવજાત બાળક અને માતાનું મોત થતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો અને પ્રસુતી દરમિયાન ડોક્ટર દારુ પીધેલી હાલતમાં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે પોતાના બંને સ્વજનોને ગુમાવનાર પરિવારે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ડોક્ટર દારુ પીધેલી હાલતમાં હોવાનો પરિવારે કરેલો આક્ષેપ સાચો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ડોકટરના કૃત્યને લઇ સ્થાનિક લોકોમાં પણ ઉગ્ર આક્રોશ ફેલાયો હતો.

Related posts

ધોનીએ ૨૦૧૭માં ૭૯ની એવરેજ સાથે રન બનાવ્યાં

aapnugujarat

ભગા બારડને રાહત : તલાલા પેટાચૂંટણી ઉપર સુપ્રીમની રોક

aapnugujarat

જેતપુરમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ

editor

Leave a Comment

UA-96247877-1