Aapnu Gujarat
Uncategorized

જેતપુરમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની અંદર જે રીતે કમૌસમી વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને ફરી એકવાર પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની જણસીઓ પડી હતી તે જણસીઓ વરસાદમાં પલળી જતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને પગલે તંત્રને સતર્ક અને સાવચેત રાખવાની તમામ સૂચનાઓ હતી પરંતુ તંત્રની ઢીલી નીતિના ખેડૂતો ફરી એકવાર નિસહાય જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે કારણ કે સરકાર દ્વારા અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયેલી હતી છતાં પણ તંત્ર દ્વારા માલને સંગ્રહ તેમજ વરસાદથી બચવા માટેની તૈયારીઓ કરાઈ ન હતી. જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વધી ગઈ છે અને આ ખેડૂતોને તેમના તૈયાર માલનો પૂરતો ભાવ પણ હવે નહીં મળે તેવું ખેડૂતોએ જણાવ્યું છે.


(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

U.K. to re-introduce 2-year post-study work visa for international students

aapnugujarat

भावनगर की पूर्व मेयर पारूलबहन त्रिवेदी को पुलिस ने थप्पड़ मारकर डंडे से पीटा

aapnugujarat

જસદણ ચૂંટણી માટે પ્રચારનો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1