Aapnu Gujarat
Uncategorized

વેરાવળ.સિંચાઈ વિભાગની વિભાગીય કચેરી શરૂ કરવા મંત્રીને રજુઆત

જાહેર જનતામાંથી જાણવા મળેલ વિગતે તપાસ કરતા ગીર સોમનાથ જીલ્લા સાથે સરકારશ્રીનું ઓરમાયુ વર્તન હોઈ.તેવું સાબિત થયુ છે.તે એ રીતે કે ગીર સોમનથ જીલ્લો કાર્યરત થયો.તેનો ખાસો ટાઈમ થઈ ગયો હોય.અને આ જીલ્લા તળે ૬ જેટલા તાલુકાઓ આવતા હોય.વળી.આ જીલ્લામાં સિંચાઈ વિભાગની ત્રણ-ત્રણ પેટા કચેરીઓ કાર્યરત હોઈ આમ છતાં પણ.ગીર સોમનાથ જીલ્લામાં વિભાગીય કચેરી નથી.જ્યારે જૂનાગઢ જિલ્લામાં હાલ એક જ પેટા કચેરી હોઈ.ત્યાં હાલ વિભાગીય કચેરી કાર્યરત છે.જેથી ગીર સોમનાથ જીલ્લામાંથી  છેક ઉના, ગીર-ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાળા અને જીલ્લાના મુખ્ય શહેર વેરાવળ થી પણ આ વિભાગના કર્મચારીઓ, ઓફિસરો તથા કોન્ટ્રાક્ટરો અને અનેક અરજદારો તેમજ સિંચાઈ વિભાગ સાથે કોઈ પણ પ્રકારે જોડાયેલા ગરીબ – પછાત અરજદારોને જુનાગઢ સુધીના ધક્કાઓ ખાવા પડે છે.અને કોઈ અરજદારને કામ હોય અને જુનાગઢની વિભાગીય કચેરીએ ગયા હોય ત્યારે ઓફિસર સમયસર હાજર ના હોઈ તો અરજદારે રાત્રી રોકાણ કરવું પડે છે.અને ખૂબ જ દુઃખી – દુઃખી થવું પડે છે. માટે સરકારશ્રી દ્વારા જીલ્લો અલગ કરી મન મનાવી લીધેલ. પરંતુ પ્રજા ની ખરી ખેવના ન કરી હોય તેવું સામે આવ્યુ છે.માટે પ્રજાના તથા સરકારશ્રીના હિત માટે વેરાવળ ના રહીશ આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ રામજીભાઈ ચાવડા દ્વારા સરકારશ્રીના સિંચાઈ વિભાગના મંત્રીશ્રી પી.એસ.પટેલ સાહેબ ને તેમજ  આ વિભાગના સભ્ય સચિવને તથા મુખ્ય ઈજનેર ગાંધીનગર નાઓ ને અને સિંચાઈ વર્તુળ રાજકોટના અધિક્ષક ઈજનેર ને લેખિત રજુઆત કરી. ગીર સોમનાથ જીલ્લા સ્તરે સિંચાઈ વિભાગની  નવી વિભાગીય કચેરી શરૂ કરવા અથવા તો જુનાગઢ ખાતે કાર્યરત વિભાગીય કચેરીને ગીર સોમનાથ જીલ્લા ખાતે તબદીલ કરવામાં આવે તેવી જાહેર જનતા ના હિત માટે માંગ કરેલ છે..

મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

राजकोट मार्केट यार्ड में नई मूंगफली की बम्पर आय शुरू

aapnugujarat

बिना इंजन 220 किमी प्रति घंटे से चलेगी वंदे भारत

aapnugujarat

અમદાવાદથી લખનઉં જતા વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, 54 લોકો સવાર હતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1