Aapnu Gujarat
Uncategorized

માંગરોળ અને ચોરવાડ વચ્ચેના દરીયામાં લાઈન ફિશિંગ બાબતે તકરાર

૬૦ થી ૭૦ જેટલી પરપ્રાંતીય બોટોના ઘેરા વચ્ચે માંગરોળની બોટના માછીમારો પર મધદરીયે થયેલા હુમલામાં એક ખલાસી ગંભીર રીતે ઘવાયો છે, જયારે એકને ઈજા પહોંચી છે. આ માથાકુટ બાદ માંગરોળની અન્ય એક બોટને ડુબાડવાનો પ્રયાસ થતા માછીમારોમાં રોષ પ્રવતીઁ રહ્યો છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ:- અત્રેથી ૧૦ નોટીકલ માઈલ દૂર દરીયામાં બપોરે ચારેક વાગ્યે મહારાષ્ટ્રની કહેવાતી સંખ્યાબંધ ફિશિંગ બોટો જાળ નાંખી લાઈન ફિશીંગ કરી રહી હતી. એ દરમ્યાન અહીંના ઉમેશભાઈ અરજણભાઈ ખોરાવાની માલિકીની રૂદ્નનાથ બોટ (IND-GJ-11-MM-3896)ના ખલાસીઓએ તેઓને લાઈન ફિશિંગ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા લીલાવંતી બોટના ટંડેલ અને ખલાસીએ રૂદ્રનાથમાં સવાર ખલાસીઓ પર હુમલો કયોઁ હતો. જેમાં હરી કાલિદાસ ભદ્રેસા (ઉ.વ.૪૫, રહે.માંગરોળ બંદર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.દરીયામાંથી મોડી સાંજે પરત થયા બાદ તેઓને સારવાર અથેઁ ૧૦૮ મારફતે માંગરોળ હોસ્પિટલે ખસેડાયા હતા. જયારે અન્ય એક માછીમારને બંદર પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતા ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, ગુજરાત ફિશરીઝના ચેરમેન વેલજીભાઈ મસાણી, બોટ એસો.ના પ્રમુખ માધાભાઈ ભદ્રેસા, રણછોડભાઈ ગોસીયા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

કેશોદ યાર્ડમાં તુવેરનો ે જથ્થો હાલ ખુલ્લામાં પડેલો છે

aapnugujarat

વિવિધ માંગને લઈ કેમિસ્ટોની આજે દેશભરમાં હડતાળ

aapnugujarat

ભગવાન જગન્નાથ આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે

editor

Leave a Comment

UA-96247877-1