Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટની ઓનલાઈન હરાજી કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૪ વર્ષમાં મળેલી ૧૯૦૦ ગિફ્ટની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. તેમાં પાઘડી, હાફ જેકેટ અને શોલ જ નહીં પરંતુ રામજીનું ધનુષ અને હનુમાનજીની ગદા પણ સામેલ છે. પાઘડીની હરાજી રૂ. ૮૦૦થી શરૂ થશે જ્યારે શોલની કિંમત રૂ. ૫૦૦થી શરૂ થશે. સૌથી મોંઘી સરદાર વલ્લભભાઈ પટેલની મેટેલિક મૂર્તિ છે. તેની હરાજીની કિંમત રૂ. ૧૦,૦૦૦થી શરૂ થશે જ્યારે એક જ દોરામાંથી બનેલી ફ્રેમ પેન્ટિંગની હરાજી રૂ. ૫૦૦૦થી શરૂ થશે. પહેલીવાર પીએમને મળેલી ગિફ્ટની હરાજી કરવામાં આવશે અને તેનો ઉપયોગ કલ્યાણ ફંડ માટે કરાશે. સરદાર વલલ્ભભાઈ પટેલની ૪૬*૯૨ની ફોટો ફ્રેમ છે. જેની બોલી રૂ. ૫૦૦૦થી શરૂ થશે. જ્યારે આણંદ જિલ્લા ભાજપ તરફથી આપવામાં આવેલી પટેલની ૪૨ સેમી ઉંચી મેટાલિક પ્રતિમાની બોલી રૂ. ૧૦,૦૦૦થી શરૂ થશે.
પીએમની ગિફ્ટમાં ૭ ઘોડાવાળો ચાંદીનો રથ મળ્યો હતો. કાચના બોક્સમાં બંધ રથની હરાજી રૂ. ૧,૦૦૦થી શરૂ થશે. જ્યારે ગ્રામ ઉદય ભારત ઉદય અભિયાનમાં ૪ ઘોડાવાળા રથની બોલી રૂ. ૪,૦૦૦થી શરૂ થશે. ૭૪ સેમીના ઢોલની હરાજી રૂ. ૧૫૦૦થી શરૂ થશે. પીએમને રામજીનું ધનુષ અને હનુમાનજીની ગદા પણ ગિફ્ટમાં મળી છે. ધનુષની લંબાઈ ૧૫૨ સેમી છે જ્યારે તેની હરાજી રૂ. ૫૦૦થી શરૂ થશે. ૧૪૭ સેમી લાંબા મેટેલિક ગદાની બોલી રૂ. ૨૫૦૦થી શરૂ થશે. એકતારાની હરાજી રૂ. ૨૦૦૦થી શરૂ થશે.

Related posts

ब्रिटेन हमलाः मैनचेस्टर म्यूजिक कन्सर्ट में धमाके से २२ की मौत

aapnugujarat

જમ્મુ કાશ્મીર : સુરક્ષા દળો ઉપર બે જગ્યાએ ત્રાસવાદી હુમલા થયા

aapnugujarat

एससीओ सम्मेलन: अगले हफ्ते होगी PM मोदी और शी की मुलाकात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1