Aapnu Gujarat
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : સુરક્ષા દળો ઉપર બે જગ્યાએ ત્રાસવાદી હુમલા થયા

જમ્મુ કાશ્મીરમાં આજે સવારે સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે અને સીઆરપીએફના ૧૦ જવાન ઘાયલ થયા છે. પુલવામાં અને અનંતનાગમાં હુમલા કરવામાં આવ્યા હતા. પુલવામામાં કોર્ટ સંકુળની નજીક તૈનાત જમ્મુ કાશ્મીર પોલીસની એક ટીમને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. અનંતનાગમાં પણ ત્રાસવાદીઓ દ્વારા સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. ગ્રેનેડ હુમલામાં સીઆરપીએફના દસ જવાનો ઘાયલ થયા હતા. પુલવામામાં જમ્મુ કાશ્મીર પોલીસ દળ પર કરવામાં આવેલા હુમલામાં બે પોલીસ જવાનો શહીદ થયા હતા. બંને તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલો કરવામાં આવ્યા બાદ તરત જ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત ખસેડી દેવામાં આવ્યા હતા. અનંતનાગમાં સવારે ત્રણ વાગેની આસપાસ હુમલો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. રવિવારના દિવસે પણ સુરક્ષા જવાનોએ તેમના હુમલાના પ્રયાસને નિષ્ફળ કરીને સુરક્ષા દળોએ છ ત્રાસવાદીઓને ઠાર મારી દીધા હતા. આ ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કુપવારા જિલ્લામાં આ પ્રયાસ નિષ્ફળ કરીને સુરક્ષા દળોએ મોટી સફળતા હાસલ કરી હતી. કુપવારાના કેરન સેક્ટરમાં ત્રાસવાદીઓએ ઘુસણખોરીનો મોટો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા હાલમાં મોટાપાયે ઘુસણખોરી કરવામાં આવી રહી છે. રમઝાનના ગાળા દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં આતંકવાદીઓ સતત હુમલા કરતા રહ્યા છે. રમજાનમાં યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રાસવાદી હિંસા વધી ગઇ છે. છેલ્લા ૨૦ દિવસના ગાળામાં જ પહેલા કરતા વધારે લોકોના મોત થયા છે. છેલ્લા ૨૦ દિવસમાં ૩૬થી વધુ લોકોના મોત થયા છે જેમાં પોલીસ અને સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે. શ્રીનગરના જુદા જુદા સ્થળ પર ૧૯ ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા હતા. બે ડઝનથી વધારે લોકો ઘાયલ પણ થઇ ગયા છે.
આ વર્ષે જાન્યુઆરીથી લઇને હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકો સામેલ છે. ૭૮ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭માં ત્રાસવાદીઓએ અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલામાં સાત લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૧૯ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ હુમલાના કારણે દેશમાં આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતુ. જમ્મુ કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન સ્થિતિમાં સુધારો થયો છે. જેના પરિણામ સ્વરુપે સંઘર્ષ વિરામના ગાળાને વધારવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.. સ્થાનિક લોકો પણ સંતુષ્ટ દેખાઈ રહ્યા છે.
રમઝાનના ગાળા દરમિયાન સુરક્ષા દળોએ એક સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યા નથી. આ ઉપરાંત કોઇપણ નિવાસી વિસ્તારને ખાલી કરાવ્યા નથી. સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે કોઇ અથડામણ પણ થઇ નથી. છેલ્લા ચાર સપ્તાહના ગાળામાં પથ્થરબાજીની ઘટનાઓમાં ૯૦ ટકાનો વધારો થયો છે. તમામ પાસા પર ચર્ચા જારી છે.

Related posts

લાયસન્સની ડિઝિટલ કોપી માન્ય રહેશે

aapnugujarat

મધ્યપ્રદેશમાં ઓક્સિજનના અભાવે પાંચ દર્દીઓના મોત

editor

Centre clears appointments of 4 new judges of SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1