Aapnu Gujarat
Uncategorized

કાર્તિક પૂર્ણીમાનો મેળો ૨૩મી સુધી ચાલશે

મેળાનું ઉદધાટન સાથે વિધિવટ પ્રારંભ કરવામાં આવશે સાથે સરદાર અને સોમનાથ ફોટોગેલેરી પ્રદર્શન પ્રારંભ થશે. પહેલા દિવસે મેધાબેન ભોસલે- ગુજરાતી લોકગીતો,: બીજા દિવસે સુરીલી સરગમ ગ્રુપ અમદાવાદ દ્વારા નરસિંહ મહેતાના જીવન પર આધારીત નાટય નૃત્યની પ્રસ્તુતી, ત્રીજા દિવસે અલ્પાબેન પટેલ લોકગીત ભજન ગઝલ, ભજન, હરીસિંહ સોલંકી હાસ્ય કલાકાર, ચોથા દિવસે યોગેશપુરી ગૌસ્વામી, નારયણ ઠાકર લોકગીત ભજનીક, મેળાના પાંચમા દિવસે લોકસાહિત્યકાર માયાભાઇ આહિર, બિરજુ બારોટ લોકગાયક સહીત કલાકારો પાંચ દિવસ દરમ્યાન મનોરંજન, ભકિત સાથે લોકસાહિત્યની પ્રસ્તુતી કરશે. તેમજ રર અને ર૩ નવેમ્બરના રોજ સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જીલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે રાસ ગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકોને આકર્ષણ મળી રહે તેવા હેતુ સાથે વિવિધ રાઇડસ, ઇતિહાસ સાથે જોડાયેલ સરદાર અને સોમનાથ ફોટા, સોમનાથ એટ ૭૦ ફોટો પ્રદર્શન, હેન્ડીક્રાફટ સ્ટોલ્સ, ઓડીયો વિઝયુલ્સ પ્રદર્શની, મુખ્ય આકર્ષણમાં આ વર્ષે નટબજાણીયા (વાંસ પર ચાલતા માણસો) સ્થાનીક કલાકારોના પરફોમ્સ માટે સ્ટેજ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૩પ ફુટ ઉંચાઇ અને રપ ફુટ પહોળુ શિવલીંગ, શ્રીમદ્દ ભાગવત ગીતાસાર પ્રદર્શની, ગૌ પાલન અને ગાય માતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતિમેળાના સમગ્ર આયોજનને સફળ બનાવવા જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, નગર સેવા સદન, પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડનું સહયોગથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

પીએમ પાસે મદદ માંગવા ગયેલી શહીદની બેનનું અપમાન, પોલીસે સભાસ્થળેથી બહાર કાઢી

aapnugujarat

સિંહણ દ્વારા ઉછેર કરવામાં આવતા દીપડાના બચ્ચાનું 45 દિવસ પછી થયું કુદરતી મોત

aapnugujarat

સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર બની ચોરીની ઘટના

editor

Leave a Comment

UA-96247877-1