જાણીતા નિર્દેશક વિશાલ ભારદ્ધાજની નવી ફિલ્મમાં હવે દિપિકા પાદુકોણ કામ કરવા જઇ રહી છે. દિપિકાએ કહ્યુ છે કે વિશાળની ફિલ્મ પડકારરૂપ રહેશે. વિશાલ ની આ ફિલ્મને લઇને તમામ કલાકારો ભારે આશાવાદી હોય છે. દિપિકા હવે ફિલ્મની તૈયારી કરી ચુકી છે. વિશાળ ભારદ્ધાજની ફિલ્મ પીકુમાં તે અગાઉ નજરે પડી હતી. નવી ફિલ્મનુંુ નિર્દેશન હની ત્રેહન કરનાર છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં દિપિકાએ કહ્યુ હતુ કતે ફરી એકવાર ઇરફાન સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. વિશાલ ની પ્રશંસા કરતા દિપિકા કહે છે કે તેમની ફિલ્મ હંમેશા નવા નવા વિષય પર આધારિત હોય છે. તેમની ફિલ્મમાં કોઇ પણ કલાકાર માટે શાનદાર ભૂમિકા હોય છે. કાન ફિલ્મ ફેસ્ટીવલમાં હાલમાં ભાગ લઇ રહેલી દિપિકાની ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. દિપિકા સંજય લીલાની ફિલ્મ પદ્માવતિમાં કામ કરી રહી છે જેમાં તે શાહિદ કપુરની સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં રણવીરસિંહની પણ મોટી ભૂમિકા છે. આ ફિલ્મ ૧૭મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવે તેવી તૈયાર કરવામાં આવી રહી છે. દિપિકા બોલિવુડમાં નંબર વન અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે, તે હાલમાં સૌથી વધારે વ્યસ્ત સ્ટાર પૈકી એક તરીકે છે, તેની પાસે સતત સારી અને મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે, તેની ફિલ્મને નિહાળવા માટે પણ ચાહકો ઉત્સુક હોય છે. દિપિકાની પદ્માવતિ ફિલ્મ તમામ ચાહકોને ભારે પસંદ પડી શકે છે.કારણ કે તેમની અગાઉની બાજીરાવ ફિલ્મ હિટ થઇ હતી.
પાછલી પોસ્ટ