સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’ લાંબા સમયથી ચર્ચાઓમાં છે. ફિલ્મના નિર્માતાઓ તેનો લાભ ઉઠાવવાની એક પણ કોશિશ છોડતા નથી. સલમાન ખાનના લાખો ફ્રેન્ડ દેશની સાથે વિદેશોમાં પણ મોટી સંખ્યામાં છે અને આ માટે તેની ફિલ્મ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી પહોંચી ચૂકી છે.ટાઈમ્સ સ્ક્વેર પર જેનું પોસ્ટર લાગ્યું હોય તેવી આ બોલિવૂડની આ પહેલી ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે ટાઈમ્સ સ્ક્વેર માત્ર ન્યૂયોર્ક નહીં, પરંતુ દુનિયાના પસંદગીના ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં સામેલ છે. ‘ટ્યૂબલાઈટ’નું પોસ્ટર ન્યૂયોર્કના એનવાયસી હોર્ડિંગ્સમાં લાગેલું છે અને આ મુકામ હાંસલ કરનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્ર્મ વર્ષ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના બેકગ્રાઉન્ડમાં બની છે. ફિલ્મમાં સલમાન ખાન અને તેનો ભાઈ સોહિલ ખાન મુખ્ય ભૂમિકામાં છે.સૌથી ખાસ વાત એ છે કે ફિલ્મમાં શાહરુખ ખાનનો પણ નાનકડો રોલ છે. ‘ટ્યૂબલાઈટ’ ૨૩ જૂનના રોજ ઇદના અવસરે રિલીઝ થશે. ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાન’ બાદ નિર્દેશક કબીર ખાનની આ ત્રીજી ફિલ્મ છે. સલમાન આ ઉપરાંત વર્ષના અંત સુધી અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’માં પણ જોવા મળશે.
પાછલી પોસ્ટ