Aapnu Gujarat
મનોરંજન

ગોલમાલ-૪ ૧૯ ઓક્ટોબરે રિલીઝ થશે

ગોલમાલ-૪ ફિલ્મ રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને પરિણિતી ચોપડાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મનુ શુટિંગ જોરદાર અને ઝડપથી હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મને ૧૯મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
રોહિત શેટ્ટીએ તેમની ગોલમાલ સિરિઝની ચોથી ફિલ્મ રજૂ કરવા માટેની તૈયારી કરી લીધી છે. આ વખતે કેટલાક નવા કલાકારો નજરે પડનાર છે. આ કોમેડી ફિલ્મમાં અજય દેવગન હમેંશાની જેમ લીડ રોલમાં નજરે પડનાર છે. જ્યારે પરિણિતી ચોપડા મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરનાર છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને સમગ્ર વિશ્વમાં ધુમ મચાવી રહેલી પ્રિયંકા ચોપડાની કઝિન પરિણિતી ચોપડાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વીટર પર આ ફિલ્મના પ્રથમ ક્લેપ રજૂ કરીને તમામને થોડાક દિવસ પહેલા ચોંકાવી દીધા હતા. આની સાથે જ આ ફિલ્મનુ નિર્માણ કામ ચાલી રહ્યુ હોવાના હેવાલને સમર્થન મળી ગયુ હતુ. ગોલમાલ શ્રેણીની એક, બે, ત્રણ અને હવે ચાર તૈયાર કરવામાં આવી રહી છે. બોલિવુડના એક્શન કિંગ અજય દેવગને પણ ફિલ્મના સંબંધમાં માહિતી જાહેર કરી છે. અજય દેવગન અને પરિણિતી ચોપડા અભિનિત આ ફિલ્મમાં અન્ય જે કલાકારો કામ કરી રહ્યા છે તેમાં તુષાર કપુર, અર્શદ વારસી, શ્રેયસ તલપડે અને કુૃમાલ ખેમુનો સમાવેશ થાય છે. ગોલમાલ શ્રેણીની અગાઉની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે.
રોહિત શેટ્ટીએ છેલ્લે દિલવાલે ફિલ્મ બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર ઉલ્લેખનીય સફળતા મેળવી ગઇ હતી.આ ફિલ્મમાંબોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને વરૂણ ધવનની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મમાં કાજોલ અને કૃતિ સનુનની મુખ્ય ભૂમિકા હતી. અજય દેવગનને લઇને એક્શન ફિલ્મો બનાવવા માટે રોહિત શેટ્ટી જાણીતા રહ્યા છે.

Related posts

રાજ કુંદ્રા પર વધુ એક મોડેલનો આરોપ, કહ્યું – ન્યૂડ શૂટ માટે ૨૫ હજારની ઓફર કરી હતી

editor

અમ્બેર હિયર્ડના ઇલોન મુસ્ક સાથે સંબંધો તુટ્યા

aapnugujarat

नगमा ने साधा कंगना पर निशाना

editor

Leave a Comment

UA-96247877-1