બોલિવુડના હેન્ડસમ સ્ટાર જહોન અબ્રાહમ ફરી એકવાર પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. જબોન અબ્રાહમને પોલીસ અધિકારીઓની ભૂમિકા કરવાની વધારે ઓફર મળી રહી છે. નિશીકાંત કામતની રોકી હેન્ડસમ, રોહિત ધવનની ઢિસુમ અને અભિનય દેવની ફોર્સ-૨ ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન ફરી એકવાર પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરી રહ્યો છે. ઉપરોક્ત ત્રણ ફિલ્મમાં તે એક્શન પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરી ગયા બાદ તેને વધારે પ્રમાણમાં આવી જ ભૂમિકા મળી રહી છે. જહોન અબ્રાહમ હવે વધુ એક એક્શનથી ભરપુર ફિલ્મ કરી રહ્યો છે. જેમાં તેની સાથે ખુબસુરત સ્ટાર તમન્ના ભાટિયા કામ કરી રહી છે. ફિલ્મમાં તમન્ના ભટિયા એર હોસ્ટેસની ભૂમિકા અદા કરી રહ્યો છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મના એસોસિએટ ડિરેક્ટર તરીકે રાજકુમાર ગુપ્તા છે. ફિલ્મનુ નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. પરંતુ હાલની માહિતી મુજબ ફિલ્મનુ નામ ચોર નિકળકે ભાગા રાખવામાં આવ્યુ છે. તમન્ના ભાટિયા ફિલ્મને લઇને ખુશ છે. તે હિન્દી ફિલ્મો હાલમાં ઓછી અને દક્ષિણ ભારતની ફિલ્મો વધારે કરી રહી છે. તમન્ના ભાટિયા પાસે હાલમાં અન્ય અનેક મોટી ફિલ્મ હાથમાં ધરાવે છે.
જહોન પણ બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં તે બોલિવુડમાં કોઇ મોટી ફિલ્મ સુપરહિટ આપી શક્યો નથી. જો કે તેની પાસે ફિલ્મોની ઓફર સતત આવી રહી છે. હાલમા ંતે વરૂણ સાથે પણ એક ફિલ્મમાં દેખાયો હતો. તમન્ના ભાટિયા અને જહોન ચોર નિકળ કે ભાગા નામની ફિલ્મને લઇને શુટિંગ માટે તૈયારી કરી ચુક્યા છે. બોલિવુડમાં હાલ નવી નવી જોડીને ચમકાવવા માટેની પરંપરા શરૂ થઇ રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મોમાં નવી નવી જોડી જોવા મળી રહી છે. જહોન અને તમન્ના ભાટિયાની જોડી પણ ધુમ મચાવવા તૈયાર છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ