સૈફઅલી ખાને જ્યારે સ્વીકાર્યું કે તે કરીના કપૂરને ડેટ કરી રહ્યો છે ત્યારે તેમની વચ્ચે ઉંમરનો ગેપ જોઈને ઘણા લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. સૈફના છૂટાછેડા થઈ ગયા હતા અને તે બે બાળકોનો પિતા હતો. સૈફે અમૃતાની સાથે લગ્ન કર્યા ત્યારે પણ તેના અફેરની અવારનવાર ચર્ચા ઊઠતી હતી. એક ફિલ્મ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને ખુલ્લા દિલે સ્વીકાર્યું હતું કે હોટ અને સેક્સી છોકરી સાથે જ લગ્ન કરવા જોઈએ.
અમૃતા સૈફ કરતા ૧૩ વર્ષ મોટી હતી. સૈફે તેના ઇન્ટરવ્યુમાં જણાવ્યું,યુવાન છોકરી સાથે લગ્ન કરવા જોઈએ તેવી સલાહ હું આપીશ. એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ જે મજાકિયા હોય, સુંદર હોય અને તમને જજ ન કરે. આ ત્રણે વસ્તુ તેનામાં હોવી જરૂરી છે. સૈફે જણાવ્યું હતું કે અમૃતા ખૂબ જ જજમેન્ટલ હતી.સૈફે જણાવ્યું,લગ્ન કર્યા પછી બીજી છોકરી સામે જોઈને તમે કહો કે એ હૉટ છે તો તે યોગ્ય નથી. તેના કરતા તમારી પત્ની જ હૉટ અને સેક્સી હોય તે સારુ. જેથી તમારે એવુ ન કહેવુ પડે કે કાશ હું હૉટ અને બ્યુટિફૂલ ગર્લને પરણી શકત.
હૉટ અને સેક્સી ગર્લ સાથે લગ્ન કરો તો તમે તમારા બેસ્ટ બનવાનો ટ્રાય કરો છો અને સેક્સ, બૂઝ અને પાર્ટીઝ સિવાય બીજી ચીજોમાં રસ લેવાનું શરૂ કરી દો છો. ૪૦ વર્ષ પછી સેક્સ મહત્વનો નથી રહેતો અને તમે લાઈફમાં બીજી ચીજોને મહત્વ આપવાનું શરૂ કરી દો છો. તમારી પાસે કંઈ સારુ કરવાનો ચાન્સ રહે છે.
સૈફે તેના બાળકો અંગે વાત કરતા જણાવ્યું કે તમારા બાળકો બેજવાબદાર હોય તો જ તમારે આ ચિંતા કરવી પડે છે. હું બેજવાબદાર હતો પણ સારા નથી. તે પાંચ વાગ્યા સુધી પાર્ટી કરીને સાત વાગે સ્કૂલમાં જશે. સારા વિશે વાત કરતા સૈફે જણાવ્યું, સારા વૉડકા પીવે તો પણ રજાના દિવસે જ પીવે છે. તેને તેની પ્રાથમિકતાઓ ખબર છે. તે તેની જાતનું બરાબર ધ્યાન રાખી શકે છે. હું તેના માટે ઓવરપ્રોટેક્ટિવ નથી.