Aapnu Gujarat
મનોરંજન

આલિયા ભટ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવા મુદ્દે અવઢવમાં

વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની કારકિર્દીની શરૂઆત કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી કરી હતી અને હવે આ ફિલ્મનો બીજો ભાગ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ટૂ’ ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે. આ ફિલ્મથી ચંકી પાન્ડેની દીકરી અનન્યા પાંડે અને તારા સુતારિયા બૉલીવૂડમાં એન્ટ્રી મારી રહી છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ખબર છે કે આ ફિલ્મમાં આલિયા, વરુણ અને સિદ્ધાર્થને એક કેમિયો કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે, તે માટે વરુણ અને સિદ્ધાર્થે તૈયારી દર્શાવી છે, પરંતુ આલિયા તે માટે ખચકાટ અનુભવી રહી છે. તેનું કારણ આલિયાનો બૉયફ્રેન્ડ રણબીર કપૂર છે. હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રિલેશનશિપમાં છે.
જોકે, અગાઉ આલિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાના પ્રેમમાં હતા, બાદમાં તેઓ છૂટા પડી ગયા હતા. આથી આલિયા તેના ભૂતપૂર્વ પ્રેમી સાથે ફરી કામ કરવાને લઇને અવઢવમાં છે. બીજી બાજુ એક ઇવેન્ટમાં રણબીરે જણાવ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડને લઇને ઘણો પઝેસિવ છે અને તેને જલદીથી ઇર્ષ્યા પણ આવી જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે આલિયા તેના ઍકસ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે કામ કરતા અગાઉ બેવાર વિચારે તો એમાં નવાઇ નથી.

Related posts

કામની તલાશમાં ભટકી રહી છે પ્રિયા પ્રકાશ, પોતાને ગણાવી બેરોજગાર

aapnugujarat

ऐक्टर कमाल राशिद खान को हुआ पेट का कैंसर

aapnugujarat

जुली-२ के तीन विडियो लीक होने से परेशानी बढ़ी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1