Aapnu Gujarat
બિઝનેસ

સરકાર ચાહે તો ફલાઇટમાં પણ સુપર સ્પીડ ઇન્ટરનેટની મજા માણી શકાશે

જો ભારતીય ટેલિકમ્યૂનિકેશન ડિપાર્ટમેન્ટ પરવાનગી આપી શકે તો ટૂંક સમયમાં ભારતીય પ્રવાસી ચાલુ ફ્લાઇટે પણ હાઇસ્પિડ ઇન્ટરનેટની મજા માણી શકશે. હાલમાં ભારતમાં ફ્લાઈટ્‌સમાં સુરક્ષા કારણોસર ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે કેન્દ્ર સરકાર ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં ચાલુ ફ્લાઇટે ઇન્ટરનેટના વપરાશની પરવાનગી આપી શકે છે. જેટ એરવેઝ અને સ્પાઈસજેટ જેવી કંપનીઓ પાસે પણ ૨૦૧૮ સુધી વાઈ-ફાઈની સુવિધા વાળા બોઈંગ ૭૩૭મેકસ વિમાન હશે.
આ મામલે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ટોચના અધિકારીએ માહિતી આપી છે કે આ મામલે અનેક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ એવિએશન મિનિસ્ટ્રી સાથે વાત કરી રહી છે. અત્યારે ભારતીય એરસ્પેસમાં વાઈ-ફાઈને સ્વિચ ઓફ કરવું પડે છે, કારણકે સુરક્ષા કારણોથી ફ્લાઈટમાં ઈન્ટરનેટના ઉપયોગની પરમિશન નથી.
આખી દુનિયામાં ભારતમાં સર્વિસ આપતી એર ફ્રાન્સ, બ્રિટિશ એરવેઝ, સિગાપોર એરલાઈન્સ અને એતિહાદ એરવેઝ સહિતની કુલ ૭૦ એરલાઈન્સ મુસાફરી દરમિયાન પેસેન્જર્સને ફ્લાઈટમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની પરમિશન આપે છે. આ દરમિયાન પેસેન્જર્સ ઇમેઈલ, લાઈવસ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરી જ શકે છે, સાથે તેમને ફિલ્મ ડાઉનલોડ કરવાની અને કોલ કરવાની પણ પરવાનગી પણ હોય છે.

Related posts

કમાણીના આંક સહિત ૭ પરિબળ શેરબજારની દિશા નક્કી કરી શકે

aapnugujarat

कारोबारियों को ऋण उपलब्ध कराएं : ठाकुर

aapnugujarat

અનિલ અંબાણી ૧૦ બેંકોનું દેવું ચૂકવવામાં અનુભવી રહ્યાં છે મુશ્કેલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1