ફિલ્મ અભિનેત્રી અને સામાજીક કાર્યકર્તા શબાના આઝમીએ ત્રણ તલાક પર પ્રથમ વખત ખુલીને પોતાનું મંતવ્ય આપ્યુ છે.
શબાના એ ટ્રિલપ તલાકની ઘોર આલોચના કરતા કહ્યું છે કે, આ પ્રથા અમાનવીય છે. તેમને કહ્યું કે, ત્રણ તલાક મુસ્લિમ મહિલાઓનાં અધિકારોનું ઉલ્લંઘન કરે છે.એક કાર્યક્રમ દરમિયાન શબાના આઝમીએ કહ્યું છે કે, આ સરકારની જવાબદારી છે કે, તે મુસ્લિમ મહિલાઓના અધિકારોની રક્ષા કરે અને આ કુરીતિને ખતમ કરવા માટે સરકારે અલગ અલગ મંતવ્ય ના આપવા જોઇએ. આ પ્રથા મહિલાઓને અસમાનતાનાં અધિકારથી વંચિત રાખે છે. પવિત્ર કુરાનમાં પણ ત્રણ તલાકની પરવાનગી નથી. શબાનાએ વધુમાં જણાવ્યું કે, જે મહિલાઓ સશક્ત છે તેમને બાકીની મહિલાઓની મદદ કરવી જોઇએ.નોંધનિય છે કે, હાલમાં સમગ્ર દેશમાં ત્રણ તલાકનો મુદ્દો ચર્ચામાં છવાયેલો છે.
મુખ્ય ન્યયાધીશની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠ સામે સુપ્રિમકોર્ટમાં આ વિશે સૂનાવણી કરવામાં આવી છે. જો કે આ મામલામાં અત્યાર સુધી નિર્ણયને સુરક્ષિત રાખવામાં આવ્યો છે.