Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૭ની મૂડી ૨૬,૯૭૧ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં ૨૬૯૭૧ કરોડનો સંયુક્તરીતે ઘટાડો થયો છે જ્યારે ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહના અંતે ટીસીએસ, એચડીએફસી બેંક, આઈટીસી, એચયુએલ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, એસબીઆઈ, ઇન્ફોસીસમાં ઘટાડો થયો છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, એચડીએફસી અને ઓએનજીસીની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. મારુતિની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૮૯૮૦.૮૪ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૨૮૪૯૮૩.૮૪ કરોડ થઇ છે. ઇન્ફોસીસ અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૫૯૪૦.૩૪ કરોડ અને ૩૩૯૩.૦૬ કરોડનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ઘટીને ૪૮૧૮૭૯.૫૫ કરોડ થઇ ગઇ છે. જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૩૦૫૩.૨૯ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ઘટીને ૫૧૩૮૮૦.૯૩ કરોડ થઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૨૮૪૮.૫૭ કરોડનો ઘટાડો થયો છે. એચયુએલ અને આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. બીજી બાજુ જુદા જુદા પરિબળો વચ્ચે ઓએનજીસીની માર્કેટ મૂડીમાં ૩૯૧૪.૧૪ કરોડનો વધારો થતાં તેની વેલ્યુએશન આંકડો ૨૫૩૭૧૩.૦૬ કરોડ થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી વધીને ૨૭૫૭૩૬.૩૦ કરોડ થઇ છે. જ્યારે માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર રહેલી આરઆઈએલ કંપનીની માર્કેટ મૂડીમાં ૧૨૩૫.૦૩ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ફરીથી વધીને ૫૮૪૫૮૨.૩૭ કરોડ થઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ એચડીએફસી બેંક ખુબ જ ઝડપથી બીજા નંબરની દિશામાં આગળ વધી રહી છે. તે ટીસીએસને પાછળ છોડે તેવી શક્યતા દેખાઈ રહી છે. વર્ષ ૨૦૧૮ના પ્રથમ સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૯૭ પોઇન્ટનો અથવા તો ૦.૨૮ ટકાનો વધારો થયો છે. આવી જ રીતે નિફ્ટીમાં ૨૮.૧૫ પોઇન્ટનો વધારો આ ગાળામાં નોંધાયો છે. આવતીકાલથી માર્કેટ મૂડીને લઇને ફરી સ્પર્ધા જામે તેવી શક્યતા છે.

Related posts

નોટબંધી તેમજ જીએસટીના કારણે મકાન સસ્તા થયા

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૭ની મૂડી ૬૩,૪૪૪ કરોડ વધી

aapnugujarat

नोटबंदी के दौरान कैश डिपॉजिट करने वालों को कॉल करेगा टैक्स डिपार्टमेंट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1