Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી જનજીવન ઠપ્પ : ચારના મોત

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ યથાવત રહ્યુ છે. ધુમ્મસની ચાદર ચારેબાજુ છવાયેલી છે. જેના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર થઇ છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. ૨૮ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે અને ૭૩ ટ્રેનોને પ્રતિકુળ અસર થઇ છે. ૩૬ ટ્રેનો લેટ દોડી રહી છે. દિલ્હીમાં પ્રદુષણના પ્રમાણમાં વધારો થયો છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. શ્રીનગર અને જમ્મુમાં લઘુત્તમ તાપમાન ક્રમશઃ માઇનસ છ અને માઇનસ ચાર થઇ ગયું છે. સિઝનમાં સૌથી નીચુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પહેલગામમાં માઇનસ ૮.૯ અને ગુલમર્ગમાં માઇનસ ૯.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન થયું છે. બીજી બાજુ લેહમાં માઇનસ ૧૬.૮ અને કારગિલમાં માઇનસ ૧૮.૮ ડિગ્રી તાપમાન થયું છે. જમ્મુ પ્રદેશમાં શહેરમાં પારો ચાર સુધી પહોંચ્યો છે. માતા વૈષ્ણોદેવી તરફ દોરી જતા માર્ગ કતરા ખાતે તાપમાન પાંચ ડિગ્રી થયું છે. ભદરવામાં માઈનસ ૧.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. દેશના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડીની સાથે સાથે તીવ્ર ધુમ્મસની ચાદર હાલમાં છવાયેલી છે. આના કારણે દિલ્હી અને એનસીઆરમાં લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હીથી ચાલતી અનેક ટ્રેનો લેટ થઇ છે. જ્યારે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તર ભારતમાં શીત લહેર છે. બીજી બાજુ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. કાશ્મીરમાં ગુલમર્ગ, પહેલગામ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ હિમવર્ષા થઇ છે. કાશ્મીરના કારગીલમાં તાપમાન શુન્ય કરતા નીચે પહોંચીને માઇનસ ૧૮.૮ ડિગ્રી નીચે પહોંચી ગયુ છે. ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડીના કારણે ગઇકાલે ૭૦ના મોત થયા બાદ વધુ ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, આને હજુ સુધી સમર્થન મળ્યું નથી. કાશ્મીરમાં હજુ વર્ષા અને હિમવર્ષા થઇ રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે. કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. કાશ્મીરમાં હાલ ૪૦ દિવસમાં ચિલ્લાઈ કાલનનો ગાળો ચાલી રહ્યો છે. આ ગાળા દરમિાયન હિમવર્ષાની સંભાવના સૌથી વધારે રહે છે. ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે પાંચ સ્થાનિક અને સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વિલંબ થયો હતો. આવી સ્થિતીમાં મોટી સંખ્યામાં વિમાની યાત્રીઓને ઠંડીમાં વિમાનીમથકે રાહ જોવાની ફરજ પડી હત. સેંકડો ફ્લાઇટોને અસર થઇ છે. ધુમ્મસની સ્થિતીના કારણે કેટલાક વિસ્તારોમાં માર્ગ અકસ્માતો પણ થયા છે. વિજીબિલીટી ધુમ્મસના કારણે ૫૦ મીટર સુધી નીચે પહોંચી ગઈ છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે.ઠડીના કારણે આગામી બે દિવસ સુધી કોઇ રાહત સામાન્ય લોકોને મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. દિલ્હીમાં હવાઈ પ્રદૂષણ વધતા ચિંતા વધી છે. લોધી રોડ વિસ્તારમાં સૌથી વધારે હવાઈ પ્રદૂષણની અસર નોંધાઈ છે. રાષ્ટ્રીય પાટનગરમાં ગઇકાલે સૌથી વધારે ઠંડી નોંધાઈ હતી અને તાપમાન ૪.૨ ડિગ્રી થયું હતું. ધુમ્મસ અને ઠંડી હાલ અકબંધ રહેવાની આગાહી હવામાન તરફથી કરવામાં આવી છે. ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા પણ થશે.

Related posts

PM Modi paid tribute to ‘Father of the Nation’

aapnugujarat

હનીપ્રીતની લાંબી પુછપરછનો દોર યથાવતરીતે જારી રહ્યો

aapnugujarat

૨૦૨૪માં ભાજપ સત્તામાં આવશે તો લોકોનોમતાધિકાર છીનવી લેશે : અખિલેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1