Aapnu Gujarat
બિઝનેસ

વાહનો, કન્ઝ્યુ. પ્રોડક્ટ્‌સની માંગ પાંચ વર્ષની ટોચે

સારા ચોમાસા અને બજારના માહોલમાં સુધારાને કારણે ગ્રાહકોમાં ઉત્સાહનો સંકેત મળી રહ્યો છે. વાહનોના વેચાણ અને કન્ઝ્યુ પ્રોડક્ટ્‌સની ખરીદીમાં વૃદ્ધિ પાંચ વર્ષમાં સૌથી વધુ રહી છે.જીએસટી ના અમલ પછી ગ્રાહક માગમાં છેલ્લા કેટલાક સમયમાં ઝડપી રિકવરી નોંધાઈ છે. વિશ્વની સૌથી મોટી રિસર્ચ ફર્મ નિલ્સનના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૧૭માં પૂરા થયેલા વર્ષમાં દૈનિક કરિયાણું તેમજ હોમ અને પર્સનલ પ્રોડક્ટ્‌સની માગમાં ૯ ટકાની વોલ્યુમ વૃદ્ધિ થઈ છે, જે ૨૦૧૦ પછી સૌથી વધુ છે.
ઉદ્યોગના અંદાજ પ્રમાણે ગયા વર્ષે પેસેન્જર વ્હિકલનું વેચાણ ૮.૭ ટકા વધીને ૩૨ લાખ યુનિટ્‌સ થયું છે, જે ૨૦૧૨ પછીની સૌથી ઊંચી વૃદ્ધિ છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સે હજુ સમગ્ર વર્ષના આંકડા જાહેર કર્યા નથી.
૨૦૧૬માં સારા કૃષિ પાકને કારણે એ વર્ષે ઓગસ્ટથી ઓક્ટોબરના ગાળામાં એફએમસીજી કંપનીઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. નોટબંધી અને જીએસટી ના અમલને કારણે છેલ્લા એક વર્ષમાં કેટલીક ચેનલ્સ પર થોડા સમય માટે દબાણ વધ્યું હતું, પણ ૨૦૧૭માં વપરાશ આધારિત માંગમાં મોટો ઉછાળો નોંધાયો છે. વોલ્યુમવૃદ્ધિ ૧૦ ટકાની નજીક રહી છે.
એફએમસીજી માર્કેટમાં ૨૦૧૩થી ૨૦૧૬ના ગાળામાં સ્થગિતતા જોવા મળી હતી. સૂચિત ગાળામાં ૬-૭ ટકાની જીડીપી વૃદ્ધિ છતાં એફએમસીજી સેક્ટરે ૧૬ ટકાની સર્વોચ્ચ વૃદ્ધિની તુલનામાં માત્ર ૭-૮ ટકા વૃદ્ધિ દર્શાવી હતી.પેસેન્જર વ્હિકલનું વેચાણ ૭ ટકાની આસપાસ હતું, જે ૨૦૧૬માં પણ ૭ ટકા અને ૨૦૧૫માં ૭.૮ ટકાના સ્તરે રહ્યું હતું. ૨૦૧૨થી ૨૦૧૪ના ગાળામાં પેસેન્જર વ્હિકલનું વેચાણ સ્થિર અથવા ઘટાડા તરફી રહ્યું હતું. જીએસટી પછી મોટા ભાગની પ્રોડક્ટ્‌સના ભાવમાં ઘટાડાથી કંપનીઓના વેચાણમાં ચાલુ વર્ષે વધારો નોંધાયો છે. જોકે, આ વૃદ્ધિ વોલ્યુમ આધારિત છે. બજારના સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો છે અને જીએસટી પછી બજાર સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Related posts

भारतीय विमानन क्षेत्र को वैश्विक स्तर पर प्रतिस्पर्धी बनाना चाहिए : स्पाइसजेट

aapnugujarat

FPI દ્વારા ત્રણ સપ્તાહમાં ૪૦૦૦ કરોડ રોકાયા

aapnugujarat

એચવન-બી વીઝામાં ફેરફારથી અમેરિકાને થશે નુકસાન : નાસકોમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1