Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૨૪માં ભાજપ સત્તામાં આવશે તો લોકોનોમતાધિકાર છીનવી લેશે : અખિલેશ

અગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી બધા પક્ષો પોતાની તાકાત લગાવી રહ્યા છે. એવામાં ફરી એકવાર સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. શાહજહાંપુરમાં એક કાર્યક્રમને સંબોધતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, તમામ સપા કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીની તૈયારી પુરી તાકાતથી શરૂ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જો ૨૦૨૪માં ભાજપ ફરી સત્તામાં આવશે તો લોકો પાસેથી વોટનો અધિકાર પણ છીનવી લેવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શુક્રવારે પૂર્વ એમએલસીજયેશ પ્રસાદના ઘરે આયોજિત તાલીમ શિબિરમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે કાર્યકરોને સંબોધિત કરતી વખતે કહ્યું કે આ પડકારોનો સમય છે. ભારતની લોકશાહી અને તેના બંધારણને ખતરો છે. લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયાર થવું કારણ કે ભાજપને કોઈ પણ સંજોગોમાં સત્તામાં આવવા દેવા માટે રોકવું પડશે.

Related posts

મહિલા ભ્રૂણ લઈને પોલીસ સ્ટેશન પહોંચી

aapnugujarat

गन्ना किसानों के बहाने प्रियंका का बीजेपी पार्टी पर हमला

aapnugujarat

अमेठी में ट्रक-बाेलेरो भिड़े, 5 लोगों की मौत

aapnugujarat
UA-96247877-1