Aapnu Gujarat
શિક્ષણ

જેઈઈ એપેક્સ બોર્ડ જ જેઈઈ મેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે

જેઈઈમેઈન્સ ૨૦૨૪ની પરીક્ષાનું શેડ્યુંલ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે શિક્ષણ મંત્રાલયે આઈઆટીએસ, એનઆઈટીએસઅને અન્ય કેન્દ્રિય તકનીકી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) માટે જેઈઈએપેક્સ ના બોર્ડની રચના અને વહીવટી માળખાના પુનર્ગઠન માટેનો આદેશ પસાર કર્યો છે. આ આદેશ અનુસાર હવે માત્ર જેઈઈએપેક્સ બોર્ડ (જેએબી)જ જેઈઈમેઈન્સ પરીક્ષાનું આયોજન કરશે. જેઈઈએપેક્સ બોર્ડના અધ્યક્ષ બીએચયુના વાઇસ ચાન્સેલર પ્રો. એસ.કે.જૈનને બનાવવામાં આવ્યા છે.
આ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તમામ માહિતી ટેકનોલોજી-સંબંધિત સપોર્ટ અને બેક-એન્ડ પ્રવૃત્તિઓનું સંચાલન કરશે, જેમાં અરજી ફોર્મની ઑનલાઇન સબમિશન સહિતની પૂર્વ અને પરીક્ષા પછીના કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો જરૂરી હોય તો એનટીએ એનઆસી /સી-ડીએસીપાસેથી સમર્થન મેળવી શકે છે. આ ઉપરાંત જેઈઈએપેક્સ બોર્ડ (જેએબી) પાસે કાયમી સચિવાલય પણ હશે જે એનટીએદ્વારા પ્રદાન કરવામાં આવશે. જાહેર કરાયેલ સત્તાવાર સૂચના મુજબ, એનટીએજેઈઈપ્રવેશ પરીક્ષા આયોજિત કરવા માટે વહીવટી અને લોજિસ્ટિક્સ સપોર્ટ પ્રદાન કરશે અને જેએબીપાસે પ્રવેશ પરીક્ષા આયોજિત કરવા માટે નીતિઓ, નિયમો અને નિયમો સ્થાપિત કરવાની અંતિમ સત્તા રહેશે. આ સિવાય જેઈઈએડવાન્સ પરીક્ષા બોર્ડ દ્વારા કંડક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ લેવામાં આવશે.
આ ઉપરાંત આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી ગુવાહાટી,આઈઆઈટી લખનઉ, આઈઆઈટી મદ્રાસ, એનઆઈટી રાઉરકેલા, એનઆઈટી સુરતકલ, આઈઆઈટી હૈદરાબાદ, આઈઆઈટીએ મગ્વાલિયરના ડિરેક્ટર, મધ્યપ્રદેશ, આસામ, મણિપુર, મહારાષ્ટ્ર, યુપી, પંજાબ એન્જિનિયરિંગ કોલેજ, સીબીએસઈના અધ્યક્ષ, એનઆઈસી, એનટીએઅને સી-ડીએસીના ડિરેક્ટર જનરલ અને એડિશનલ સેક્રેટરી, એમઓઈના જોઈન્ટ સેક્રેટરીને સભ્ય બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની પરીક્ષા ૨૪મી જાન્યુઆરી ૨૦૨૪થી ૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પરીક્ષાનું પરિણામ ૨૨ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન જાહેર કરવામાં આવશે. પ્રથમ સત્ર માટે અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
બીજા તબક્કાની જેઈઈમેઇન એપ્રિલની પરીક્ષા ૧થી ૧૫ એપ્રિલ દરમિયાન યોજાશે જેનું પરિણામ ૮થી ૧૧ મે દરમિયાન જાહેર કરવામાં આવશે. આ તમામ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. જેઈઈમેઈન સ્કોર પર ૩૨ એનઆઈટીએસ, ૨૬ આઈઆઈટીવગેરેમાં નોંધણી થશે. લગભગ ૧૨ લાખ વિદ્યાર્થીઓ જેઈઈમેઇન્સની પરીક્ષા આપશે.

Related posts

નાઈ સમાજનું ગૌરવ

editor

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

aapnugujarat

બોર્ડની પરીક્ષામાં સીસીટીવી સાથે ઓડિયો રેકોર્ડિંગ કરાશે

aapnugujarat
UA-96247877-1