Aapnu Gujarat
તાજા સમાચારશિક્ષણ

દેશમાં આગામી વર્ષથી બધી ભાષામાં એક જેવા નીટ પેપર : પ્રકાશ જાવડેકર

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસપ્રધાન પ્રકાશ જાવડેકરે મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે આયોજિત થનાર પરીક્ષા નીટને લઇને મોટી જાહેરાત કરી દીધી છે. તેમનું કહેવું છે કે, આગામી વર્ષથી દેશભરમાં નીટના પેપર એક જેવા રહેશે. અલગ અલગ ક્ષેત્રિય ભાષાઓ માટે નીટના પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે નહીં. તેમણે કહ્યું છે કે, અન્ય ભાષાઓમાં નીટના પ્રશ્નપત્ર માત્ર અંગ્રેજીવાળા પેપરના અનુવાદ તરીકે રહેશે. અત્રે નોંધનીય છે કે, આ વર્ષે વિદ્યાર્થીઓએ એવી ફરિયાદ કરી હતી કે, આ વર્ષે નીટના પ્રશ્નપત્ર અલગ અલગ હતા. કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, બંગાળીમાં જે નીટનું પેપર હતું તે અંગ્રેજી અને હિન્દીવાળા પેપરોની સરખામણીમાં વધારે મુશ્કેલરુપ હતું.
આ વર્ષે અલગ અલગ ભાષાઓમાં પ્રશ્નપત્રોમાં અસમાનતા કેમ હતી તેને લઇને પણ પ્રધાને જવાબ આપ્યો હતો. આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે અનુવાદ કરવામાં વધારે સમય લાગે છે. સુરક્ષા સાથે સંબંધિત સમસ્યાઓ પણ ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં નીટને લઇને હવે સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે. નીટને લઇને જાહેરાત કરતા જાવડેકરે કહ્યું છે કે, આગામી વર્ષથી દેશભરમાં નીટના પેપર એક જેવા રહેશે. આનાથી વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની દુવિધા લાગશે નહીં. તમામ પ્રશ્નપત્ર જુદી જુદી ભાષાઓમાં એક સમાન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ બિનજરૂરીરીતે ફરિયાદ કરવાની તક મળી શકશે નહીં. આ વર્ષે વ્યાપક ફરિયાદ ઉઠ્યા બાદ આને લઇને સરકારની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. પ્રકાશ જાવડેકર ઉપર પણ પ્રશ્નો ઉઠ્યા હતા. મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા ખુબ જ મહત્વપૂર્ણ રહે છે.

Related posts

પ્રિયંકા ગાંધી મામલે થયો સૌથી મોટો સરવે, ૫૬ ટકાએ કહ્યું, પીએમ પદની છે દાવેદાર

aapnugujarat

मून मिशन चंद्रयान-2 ने आज चंद्रमा की तीसरी कक्षा में किया प्रवेश

aapnugujarat

આસામમાં પુરની સ્થિતી : ૭૨ હજાર લોકો ફરીવાર સંકજામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1