Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલા ભ્રૂણ લઈને પોલીસ સ્ટેશન પહોંચી

ઉત્તર પ્રદેશના અમરોહાના હસનપુર કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક હેરાન કરી નાખે તેવી ઘટના ઘટી. અહીં શનિવારે એક ૧૯ વર્ષની મહિલા બેગમાં ભ્રુણ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. તેણે પોતાના પાડોશમાં રહેનારા વ્યક્તિના વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે. તેના પાડોશીએ કથીત રીતે તેનુ દુષ્કર્મ આચર્યુ અને પછી જબરજસ્તી તેનો ગર્ભપાત કરાવ્યો.
પોલીસે મહિલાની ફરિયાદના આધારે ૨૨ વર્ષના યુવક મનોજની ઓળખ કરી લીધી છે જે હમણા ફરાર છે. હસનપુરના અધિકારીનું કહેવું છે કે, અમે છોકરીના પરવારના આધારે ફરિયાદ દાખલ કરી લીધી છે. આરોપીની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. ભ્રુણને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલી દેવામાં આવ્યુ છે.
પીડિતા પોતાની માતા સાથે હસનપુર કોતવાલી આવી હતી. તેણે પોલીસને જણાવ્યુ હતુ કે આરોપીએ પાંચ મહિના પહેલા બંધુકની નૌક પર તેનો બળાત્કાર કર્યો હતો અને આ ઘટના વિશે કોઈને જણાવવા પર પરિણામ ભોગવવા તૈયાર રહેવા માટે કહ્યુ હતુ. ડરના કારણે મહિલા ચુપ રહી હતી પરંતુ પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે તેને જાણ થઈ કે તે પ્રેગ્નેન્ટ છે. તેણે આરોપ લગાવ્યો કે ૧૩ જૂલાઈએ આરોપીએ તેને ગર્ભપાત માટે દવા આપી હતી. દવા લીધા પછી તેની તબિયત બગડી હતી. આ બાદ પરિવારને આ મામલે જાણ થતા તેની માતા પીડિતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી.

Related posts

पाक और अंदरुनी दुश्मनों से एकसाथ निपटने को तैयार : सेना प्रमुख बिपिन रावत

aapnugujarat

અસ્થાના સામે કાર્યવાહી મામલે યથાસ્થિતિનો હુકમ

aapnugujarat

મોદીએ વડનગરમાં જ્યાં ચા વેચી હતી તે ટી સ્ટોલ હવે ટુરિસ્ટ સ્પોટ બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1