Aapnu Gujarat
રાષ્ટ્રીય

કપિલે કહ્યું, ”દાઉદ જેલમાં નથી, તો શું તે અપરાધી નથી?”

દિલ્હીની આમ આદમી પાર્ટીથી હાંકી કઢાયેલા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલના આરોપો પર ચૂપ રહેવાને લઈને નિશાન સાધ્યું છે. કપિલ મિશ્રાએ કેજરીવાલના નવા રૂપને લઈને નિવેદન આપ્યું છે. ભ્રષ્ટાચારના આરોપો અને સબૂતો પર ચુપ્પી સાધવાને લઈને કપિલ મિશ્રાએ કહ્યું કે, નવા કેજરીવાલ કહે છે કે જો કોઈ જેલમાં તો તે અપરાધી નથી. જો કેજરીવાલના હિસાબ જોઈએ તો શીલા દિક્ષીત, કલમાડી, રેડ્ડી અને દાઉદ પર અપરાધી નથી.પોતાની ફેસબુક પોસ્ટ પર પૂર્વ દિલ્હી જળ મંત્રીએ કહ્યું કે, નવા કેજરીવાલજીના મુજબ તો કોમનવેલ્થ, ટુજી, કોલસાના કૌઈ કૌભાંડ થયા જ નથી. કેમ કે, જેમાં તો કોઈ પણ નથી. તેણે એણ પણ ક્હયું કે, આ કેજરીવાલનો નવો અવતાર છે. તેઓ કહે છે કે, જે જેલથી બહાર છે તે ઈમાનદાર છે.ઉલ્લેખનીય છે કે, રવિવારે કેજરીવાલે કપિલ મિશ્રાના તમામ આરોપોને નકારતા કહ્યું કે, જો કપિલ મિશ્રાના આરોપોમાં રત્તીભર પણ સત્ય છે તો હું જેલમાં હોત.કપિલે કહ્યું કે, હું કાર્યકર્તાઓને એક વાત કહેવા માગુ છું કે, જનતાને ગોળગોળ ફેરવીને બેવકૂફ બનાવવું વધુ દિવસ નહિ ચાલી શકે. તમારા ભ્રષ્ટાચાર તેમજ ખોટાના સામ્રાજ્યનો અંત નજીક છે. બહુ નજીક જ છે. અત્યાર સુધી ચુપ્પી સાધી રહેલા અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે, જ્યારે પોતાના જ લોકો દગો દે છે, ત્યારે બહુ જ દર્દ થાય છે.

Related posts

देश के युवाओं की बात : रोज़गार दो, मोदी सरकार! राहुल

editor

सरकार को अल्टीमेटमः २० तक तय करे राष्ट्रपति प्रत्याशी : सीताराम येचुरी

aapnugujarat

मुलायम सिंह यादव को अब सस्ती कार देगी यूपी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1