Aapnu Gujarat
બ્લોગ

લોકસભા ચુંટણી જીતવા ભાજપની મેરેથોન….. પ્રજાનાં પ્રશ્નો ઉકેલી શકશે ખરો…..??

લોકસભાની આવી રહેલી ચુંટણીઓને ધ્યાને લઈને ભાજપા-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જે-તે રાજ્યોમાં પોતાની રીતે સર્વે કરવાનું ,બેઠકો બોલાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપા સરકાર દ્વારા જે-તે વિસ્તારો અંગેની માહિતી એકત્ર કરવાનું કાર્ય સરકારી રાહે શરૂ કરી દીધું છે. જેમાં ક્યાં વિસ્તારના શું-શું પ્રશ્નો છે. સરકાર દ્વારા શરૂ કરેલ વિકાસ કામો પૈકી કેટલા પુરા થયા કેટલા બાકી છે. ક્યારે પુરા થઇ શકે છે તે સહિતની વિગતો સાથે કેવા પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે સહિતની માહિતી એકઠી કરવામાં આવી રહી છે જેમાં સરકારી તંત્રનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે…..!! તો ભાજપા કાર્યાલયમાં કાર્યકરો દ્વારા વિગતો એકઠી કરવામાં ડૂબી ગયું છે પણ ગુજરાત ભાજપાને સૌથી મોટો પ્રશ્ન મોંઘવારીનો ,પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ઉપરાંત શહેરી વિસ્તારોમાં રોડ,રસ્તા પીવાના પાણી સહિતના પ્રશ્નો નડી રહ્યા છે. તેને સત્વરે હલ કરવા સંબંધિત તંત્રોને જાગૃત કરવાની દોડા-દોડ પણ ચાલી રહી છે. તો ગ્રામ્ય સ્તરે હાલત વધુ કફોડી છે. રાજ્યમાં અનેક વિસ્તારો અછતના ઓછાયામાં આવી ગયા છે. જ્યાં પાણી ઘાસચારો રોજગારીના પ્રશ્નો ઉભા થઇ ગયા છે. એટલે લોકો ત્રસ્ત છે અને આ કારણે કાર્યકરો પણ જોઈએ તે સક્રિય નથી કે સરકારમાં રસ દાખવતા નથી. પરિણામે ભાજપમાં મોટી ગડમથલ ચાલી રહી છે….!!
ખાસ તો ગત ચુંટણીમાં ભાજપાએ આપેલા વચનો પૈકી એક પણ અમલમાં મુકાયું નથી ઉપરથી નોટબંધી,જીએસટીથી આમ પ્રજા સાથે વેપારીઓ પણ પરેશાન છે. ધંધા-રોજગારમાં મંદી પ્રસરી ગઈ છે. તો અનેક નાના-મોટા ઉદ્યોગો બંધ પડી ગયા છે. જેથી બેરોજગારી વધી છે. તો ખેડૂતો પણ પોષણક્ષમ ભાવો ન મળવાથી રોષમાં છે. બાકી હતું તો પ્રાંતવાદનું ઝેર ફેલાતા તેની અસર નાના-મોટા તમામ ઉદ્યોગો ઉપર પડી છે તેના કારણે ઉત્પાદન પણ ઘટ્યું છે….!!
સરકારમાં બેઠેલા કે સરકારી તંત્ર આડેધડ રીતે કામગીરી કરી રહી છે. જે ભાજપા માટે વિશેષ પડકારરૂપ બની રહી છે. તાજેતરમાં શિક્ષકો માટે ચારિત્ર્ય શુધ્ધતા અંગેનો દાખલો આપવાનો પરિપત્ર જાહેર કર્યો , તો આગામી ૨૪ ઓક્ટોબરથી પ્રાથમિક શાળાઓમાં શરૂ થતી પરીક્ષાઓમાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓના પેપરો પોત-પોતાની શાળા નહિ પરંતુ પોતાના જીલ્લાની અન્ય શાળા શિક્ષકોતપાસશે.જેના કારણે વિદ્યાર્થી-વાલીઓ પરેશાન છે. તેમાંય ખાસ કરીને વર્ષ દરમ્યાન અભ્યાસ કરવાના દિવસો ઘટીને ૧૨૦ ની આસપાસ રહ્યા છે. જેથી અભ્યાસક્રમો અધુરા ભણાવાય છે કે પછી ઝડપથી ચલાવાય છે જેથી વિદ્યાર્થી વધુ મુશ્કેલીમાં મુકાયો છે. જે ભાજપા માટે નુકશાનકારક છે. હવે ભાજપા પ્રદેશ સમિતિ રાજ્યમાં જીતવા મૂલ્યાંકન કરી રહી છે ત્યારે પ્રદેશ સમિતી પણ ફાંફે ચડશે તે નિશ્ચિત છે.
દેશમાં દિલ્હી નેતાગણ દ્વારા જે ફેકા ફેકનાં દડા ફેકાઈ રહ્યા છે. તેને પ્રજાને આશ્ચર્યમાં મુકી દીધી છે. તાજેતરમાં એક જન સભામાં કહેવાયું કે દેશમાં ૧૨૫ કરોડ લોકોને આવાસ સાથે તેની ચાવી સોપી દેવામાં આવી છે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે ભારત દેશની વસ્તી ૧૦૦ કરોડની છે. તો બાકીના ૨૫ કરોડ આવાસો કોને ફાળવ્યા…?? લોકો પોતે હવે આશ્ચર્ય વ્યક્ત કરે છે ત્યારે ભાજપાએ કેન્દ્રમાં સતા જાળવી રાખવા દરેક બાબતે ચોક્કસ બનવું પડશે…નહિ તો…તો…તો…..!!

Related posts

यदि ‘लव’ है तो ‘जिहाद’ कैसा ?

editor

ભાજપ – કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવું પડશે….

aapnugujarat

નરેન્દ્ર મોદીને બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડનારા અમિત શાહની કહાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1