Aapnu Gujarat
બ્લોગ

સબરીમાલા, સુપ્રીમ અને રાજકારણ

સુપ્રીમ કોર્ટે કેરલના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટ મુજબ હવે આ મંદિરમાં બધી વયની મહિલાઓ પ્રવેશ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ૧૫૦૦ વર્ષ પહેલાથી ચાલી આવતી પરંપરા મુજબ મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ નહોતી. લગભગ ૧૦ વર્ષથી વધુ વર્ષથી આ મામલો કોર્ટમાં ચાલ્યો આવી રહ્યો હતો. આવો જાણીએ છેવટે આ ઐતિહાસિક મંદિર સાથે જોડાયેલી ૧૫૦૦ વર્ષ જૂની પરંપરા શુ છે અને તેમા મહિલાઓને પ્રવેશ કરવાની અનુમતિ કેમ નથી.ઉલ્લેખનીય છે કે કેરલના ઐતિહાસિક સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ની વય સુધીની મહિલાઓના પ્રવેશ પર રોક હતી. પર્વતો પર બનેલા આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. પણ તેમા મુખ્ય રૂપે પુરૂષ હોય છે. મહિલાઓમાં ફક્ત ૧૦ વર્ષની વયથી નાની બાળકીઓ અને ૫૦ વર્ષથી મોટી સ્ત્રીઓને ત્યા આવવાની અનુમતિ છે.સબરીમાલા અયપ્પા ભગવાનનુ મંદિર છે. ભગવાન અયપ્પાને બ્રહ્મચારી અને તપસ્વી માનવામાં આવે છે. તેથી મંદિરમાં માસિક ધર્મની આયુ વર્ગમાં આવનારી સ્ત્રીઓનુ જવુ પ્રતિબંધિત છે. મંદિર ટ્રસ્ટનો દાવો છે કે અહી ૧૫૦૦ વર્ષથી મહિલાઓના પ્રવેશ પર બેન છે.કેરળમાં સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓ પ્રવેશ કરી શકતી નથી. આ રિવાજ કેરળ રાજ્યના અસ્તિત્વ જેટલો જુનો છે. સબરીમાલા મંદિરમાં મહિલા પ્રવેશ અંગેની ચર્ચામા ન્યાયતંત્ર, રાજ્ય સરકાર, પુજારી વર્ગ અને સામાજિક-ધાર્મિક સંગઠનો, અને તમામ ઉંમરના અને જાતિના ભક્તો જોડાયા છે. જો કે, વાદવિવાદના પક્ષો એકમત નથી બતાવતા. કારણ કે તેઓ આ મુદ્દા પર ઉલટું વલણ ધરાવે છે. આ મુદ્દે વલણ ભેદમાં સપ્ટેમ્બર ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે વધુ પહોળી ખાઈ સર્જાઈ છે. કોર્ટે માસિક ધર્મ દરમિયાન મહિલાઓના મંદિર પ્રવેશ પરના હાલના પ્રતિબંધને રદ કરી દીધો છે.પાંચ સભ્યની બંધારણીય ખંડપીઠ દ્વારા આપવામાં આવેલ ચુકાદો ૪ઃ ૧થી વિભાજિત કરવામાં આવ્યો હતો. બધા પુરુષ જજોએ બહુમતિના ધોરણે, આસ્થામાં ભેદભાવ અને ધર્મમાં પુરૂષપ્રધાનતા ઉપર “બંધારણીય નૈતિકતાને સિદ્ધ કરી હતી. એકમાત્ર અસંમતિ આપનાર ન્યાયાધીશ, બેન્ચની એકમાત્ર મહિલા જજ હતી અને તેમની દલીલ હતી કે ધર્મના મામલામાં બૌદ્ધિક માન્યતાઓને સાંકળવી ન જોઈએ. જોકે દેશના ઘણા લોકોએ લૈંગિક સમાનતાને સમર્થન આપતા ચુકાદાને આવકાર્યો હતો, ત્યારે કેરળની મહિલા ભક્તો તેનો વિરોધ કરવા માટે શેરીઓમાં ઉતરી હતી. ધાર્મિક બાબતોમાં રાજ્યના હસ્તક્ષેપનો ભય મુખ્યત્વે ચુકાદા સામેની દલીલોનું કેન્દ્રબિંદુ છે. આ ભય ભારત જેવા બહુધર્મી દેશમાં વાજબી પણ છે. કેરળનું સાબરિમાલા મંદિર અને અન્ય જાહેર મંદિરોની બાબત દેશના અન્ય તીર્થ સ્થાનોથી વિપરીત છે.કેરળમાં સબરીમાલા સહિતના આશરે ૧,૭૦૦ હિન્દુ મંદિરોનું સંચાલન રાજ્ય સરકાર કરે છે. આમાં તે બાબતોની દેખરેખ રાખતા કેરળ સરકારના વિભાગોમાં દેવાસ્વોમ બાબતોના મંત્રી, મંદિરોના સંચાલન અને વહીવટ માટે પ્રાદેશિક દેવાસ્વોમ બોર્ડ અને બોર્ડની પ્રવૃત્તિઓનું ઑડિટ કરતી કેરાલા હાઈકોર્ટનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં ઐતિહાસિક કાળથી મંદિરો સ્થાનિક મહાજન અને રાજકીય સત્તાના સંયોજન દ્વારા ચલાવવામાં આવતા હતા. તેમણે મંદિરોની અસ્ક્યામતોને સંભાળી હતી અને વિવાદોનું નિરાકરણ કર્યુ હતું. રજવાડી શાસનથી હસ્તાંતરિત થઈને અંગ્રેજ શાસનને અને આખરે ભારતીય પ્રજાસત્તાકને હવાલે થતા દક્ષિણ ભારતના મંદિરના પ્રશાસન માટેના ખાસ કરીને કેરળ જેવા રાજ્ય-કેન્દ્રિત મંદિર સંચાલન માટેનો માર્ગ મોકળો બન્યો. આમ, સબરીમાલામાં રાજ્યનો હસ્તક્ષેપ ત્રાવણકોર-કોચીન હિંદુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન એક્ટ, ૧૯૫૦થી અમલી છે. મંદિરનું સંચાલન ત્રાવણકોર રોયલ દેવસ્વોમ કમિશને વૈધાનિક સંસ્થા ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડ (ટીડીબી)ને સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું.વર્તમાન વિવાદમાં એક વાત વિસરાઇ ગઈ તે એ છે કે, રાજ્ય વિધાનસભાએ કેરળ હિંદુ પ્લેસિસ ઓફ વર્શીપ(ઓથોરાઇઝેશન ઓફ એન્ટ્રી) રૂલ્સ, ૧૯૬૫ને પસાર કર્યો હતો. આનો અર્થ એ થયો કે ટીડીબીની બે ઉપરાછાપરી નોટિફિકેશનથી “પુખ્ત” સ્ત્રીઓને સબરીમાલાના પવિત્રમંડળમાં જ પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી અને તેને વિધાનસભાનું સમર્થન હતું. જોકે, આ નિયમનું નવેમ્બર-ડિસેમ્બરની તીર્થયાત્રા દરમિયાન અને વિશુ તહેવાર દરમિયાન વધુ સખત પાલન કરવામાં આવતું હતું. બાકીના વર્ષ દરમિયાન તેનું કેટલાક વિસ્તારોમાં પ્રવેશ સિવાય સખ્તાઇથી પાલન થતું નહોતું. ૧૯૯૦માં કેરળ હાઈકોર્ટમાં એક શ્રદ્ધાળુ દ્વારા વીઆઇપી મહિલા સામે નિયમના સતત ઉલ્લંઘન સામે કેસ કરવામાં આવ્યો હતો. એ કેસમાં શ્રદ્ધાળુના વાંધાને માન્ય રાખવામાં આવ્યો અને તેમના માસિક ધર્મમાં આવતી મહિલાઓને સબરીમાલામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાઓને મંદિરના પ્રવેશવા માટે પુરાવો આપવા પડતો.૨૦૦૬માં, આ પ્રતિબંધને સુપ્રિમ કોર્ટમાં એક સંગઠને પડકાર્યો હતો. ત્યારથી રાજ્ય સરકાર અદાલતમાં પોતાનું વલણ સતત બદલી રહી છે. ૨૦૦૬માં જ્યારે લેફ્ટિસ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સત્તામાં આવ્યો હતો અને આજે ૨૦૧૮માં તે સત્તામાં છે ત્યારે તેમણે પ્રતિબંધનો વિરોધ કર્યો. યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે તેને ટેકો આપ્યો હતો. જ્યારે આ ગેડીદડાની રમત ઉપર કોર્ટના ચુકાદાએ વિરામ મુક્યું ત્યારે રાજકીય પક્ષોએ મેદાનમાં ઉતરીને આ રમત શેરીઓમાં રમવાનું ચાલુ કરી દીધુ છે. કેમ કે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સિસ્ટ) તેના વલણનો બચાવ કરે છે અને ટીડીબીને તેની મર્યાદામાં રહેવા મજબૂર કરે છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ પ્રભાવશાળી જાતિ નાયરને આકર્ષવા માટે સમીક્ષા અરજી કરવાની માંગ કરી રહ્યા છે.કેરળ જાહેર મંદિરોનું સંચાલન કરતું એક અનન્ય રાજ્ય હોવા છતા માસિક સ્રાવમાં સબરીમાલામાં મહિલા પ્રવેશ પરના પ્રતિબંધને સમર્થન આપવામાં કેરાલા વિધાનસભાની સંમતિ પર સવાલ ઉઠાવવો યોગ્ય છે. આ કાયદો બાકી બધા કરતા જુદો છે અને તેમાં બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન થાય છે જે કોર્ટ દ્વારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે. ધર્મનિરપેક્ષતાના ભારતીય મોડલમાં તમામ ધર્મોથી રાજ્ય સરકારને અંતર જાળવવાનું છે, ત્યારે ભારતમાં રાજકીય વિરોધાભાસ ધર્મ ઉપર કેન્દ્રિત થયો છે. તેને રાજકીય પક્ષો અને તેમના સહયોગીઓ દ્વારા મોટાપાયે હવા આપવામાં આવી રહી છે. અલગ અલગ સમયે વિવિધ કેસમાં, તેના અભિપ્રાય અને પરિણામોનું ધ્રુવીકરણ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેના ઉદાહરણ છે, શાહ બાનો કેસ (૧૯૮૫) અને તાજેતરની ત્રણ તલાક અરજી (૨૦૧૭). ફરી એક વાર, વર્તમાન રાજકીય પક્ષોનો તકવાદ ત્રણ તલાક અને સબરીમાલાના કેસના પરસ્પર વિરુદ્ધના તેમના વિરોધાભાસી વલણમાં જોઈ શકાય છે.મંદિર પ્રવેશ ન્યાયની ચિંતાઓને સ્પષ્ટ કરવા માટેની ભૂમિકા તૈયાર કરે છે. રાજ્ય આ એજન્ડામાં મહત્વપૂર્ણ ભાગીદાર છે અને રહેશે. જો કે લૈંગિક ન્યાય મૂલ્ય તરીકે વ્યવહારૂ રાજનીતિ માટે જોખમી બની રહ્યો છે. મત બેંકની રાજનીતિ અને ધાર્મિક/સામ્યવાદી સુધારા માટેની માંગમાં તે પાછળની સીટે બેસી જાય છે.સબરીમાલા મંદિરના વહિવટકારો કોઇનેય ગાંઠતાં નહોતા; જો કોઈ પ્રતિકાર કે દલીલ કરે તો મંદિરના સેવક જેવા લાગતા બોડીગાર્ડો ઝાપટ-ઝૂપટ કરતાં પણ અચકાતા નહોતા.જે નિર્ણયો સરકારે લેવાના હતા તે સુપ્રીમ કોર્ટ લઇ રહી છે. સબરીમાલા મંદિર અંગેના સુપ્રીમના ચુકાદાથી સૌ ખુશ છે, સ્ત્રી-સમાજને પણ ગૌરવ છે. આ કામ સરકારે કર્યું હતું તો લોકોને ’ફીલગુડ’ જેવો અનુભવ થાત.સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર પાસે તગડો દંડ વસૂલ કરવો જોઇતો હતો. અત્યાર સુધી મહિલાઓને થયેલા દેખીતા અન્યાયનું શું ? સબરીમાલા પાસે દંડ લેવો કે નહીં તે મુદ્દો સરકાર પર છોડીને સુપ્રીમે રાજકારણીઓને નિર્ણય નહીં લેવાની શક્તિને ખુલ્લી પાડવા જેવી હતી.
મહિલાઓ જે સંતોને પગે લાગીને આશિર્વાદ મેળવે છે તેમનો કલર ક્યારે બદલાશે તે સમજી શકાય એમ નથી. મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવનારાઓએ મહિલાના હાથે બનાવેલું જમવાનું પણ ના ખાવું જોઇએ.દલીલ એવી કરાતી હતી કે રજસ્વલા મહિલાઓએ મંદિરમાં પ્રવેશવું ના જોઇએ. આ બાબતનું એક પાટીયું લગાડીને વહિવટકારોએ ચૂપ થઇ જવું જોઇએ તેના બદલે શબરીમાલાના વહિવટકારો તો એવું સેન્સર મશીન લાવ્યા હતા કે તેના પર મહિલાઓને પસાર કરવામાં આવતી. જે મહિલા રજસ્વલા હોય તેનો સંકેત મશીનના સેન્સરમાં આવવા લાગતા હતા. બિચ્ચારી મહિલા નીચું જોઇને બહાર જતી રહેતી હતી.સબરીમાલાનું મંદિર તગડી આવક કરે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે તેની આવકમાં ૮ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વર્ષની તેની આવક રૂ. ૨૫૫ કરોડની થઇ છે.આ આવકનો વરસાદ આકાશમાંથી નથી થયો પણ શ્રધ્ધાળુઓએ કરેલું દાન છે. મનગઢંત નિર્ણયો લેતા વહિવટકારોને એ ખબર નથી કે તેમની આવક શ્રધ્ધાળુઓના જોરે થાય છે.મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. આ બહુમતીનો ઉપયોગ તે કરી શક્યા નથી. લોકોને સ્પર્શતી નાની-નાની વાતોનું નિરાકરણ આ બહુમતીના જોરે ચપટી વગાડીને આવી શકે છે.ધાર્મિક બાબતોએ રાજકારણીઓ બિન્દાસ્ત બનીને એટલા માટે નથી બોલતા કે તેમને વોટ ખોવા પોષાય એમ નથી. રાજકારણીઓ ભલે દેખાવે ભારાડી હોય પણ ધર્મ અંગેના કોઈપણ વિવાદમાં તે પડતા નથી. જે લોકો સતત પોતાની મતપેટીની ચિંતા કરતા હોય છે એવા લોકો કોઈ કડક નિર્ણય ન લઇ શકે.સબરીમાલા મંદિર બહુ વગદાર છે. રાજકારણીઓ પર તેની પકડ છે. આમ પણ, આપણે ત્યાં ધાર્મિક બાબતોમાં રાજકારણીઓ મૌન રહેવાનું વધુ પસંદ કરે છે. સબરીમાલા મંદિરના વહિવટકારો ૮૦૦ વર્ષ જુની પ્રણાલી છોડવા તૈયાર નહોતા. આ એક પ્રકારની પરંપરા છે. ભગવાને ડાયરેક્ટ કોઈ સૂચના નથી આપી પણ વચેટીયાઓએ પોતાની જાતે લાલ રંગના વિવિધ અર્થતારવ્યા હતા.સબરીમાલા મંદિરમાં ગયેલી એક યુવતીને રોકાઈ ત્યારે તેણે ફેસબુક અને ટ્‌વીટર પર બળાપો કાઢ્યો હતો. જો કે સોશ્યલ કોમ્યુનીટી ત્યારે થોડી નબળી પડી હતી.અહીં પ્રશ્ન મોદી સરકાર સામે ઉઠે છે કે સુપ્રીમ કોર્ટે વચ્ચે એટલા માટે પડવું પડે છે કે સરકાર નિર્ણયો લટકાવી રાખે છે.૫૬ની છાતી નહીં પણ તે પ્રકારના બોલ્ડ નિર્ણયો જોઇએ. હજુ મોદી સરકાર પાસે ૮ મહિના બાકી છે. ભાજપ શાસિત રાજ્યો પાસેથી પ્રજાને સ્પર્શતી સબરીમાલા સ્ટાઇલ સમસ્યાઓની યાદી મંગાવીને દરેકનો ફટોફટ નિકાલ કરવો જોઇએ.

Related posts

लड़ाकू विमान राफेल का चेहरा

editor

ગુપ્ત રીતે વાજપેયીએ પોખરણમાં પરિક્ષણ કરી ભારતને બનાવ્યું પરમાણુ રાષ્ટ્ર

aapnugujarat

हमें प्लास्टिक मुक्त भारत चाहिए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1