Aapnu Gujarat
બ્લોગ

સત્ય વચન

એક ઉંદર કિંમતી હીરો ગળી ગયો. હીરાના માલિકે તે હીરો શોધવા માટે એક શિકારી ભાડે રાખ્યો. જ્યારે શિકારી બધાં ઉંદરોને મારવા પહોંચ્યો તો હજારો ઉંદરો એક થઈ, એકબીજા પર ચઢી શિકારીનો સામનો કરવા સજ્જ થયાં. પરંતુ એક ઉંદર એ બધાંથી અલગ બેઠો હતો. શિકારીએ અચાનક તે ઉંદરને ઝડપી લીધો.શિકારીએ શેઠને કહ્યું કે, આ ઉંદરે જ તમારો કિંમતી હીરો ગળ્યો છે. શેઠ કહે, પણ તને કેવી રીતે ખબર પડી કે આ જ ઉંદર પાસે હીરો છે?

શિકારીએ અત્યંત તાર્કિક જવાબ આપ્યો, “બહુ જ સિમ્પલ વાત છે, જ્યારે મૂર્ખ ધનવાન બની જાય છે ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે… “✍

Related posts

કેન્સર એટલે કેન્સલ!,૨૦૪૦ સુધી ૧.૫ કરોડથી વધુ લોકોને કેમોથેરેપીની જરૂર પડશે..!!?

aapnugujarat

ભાજપની રણનીતિ આગળ શું વિપક્ષ વિજય મેળવી શકશે ખરા…!!?

aapnugujarat

શ્રી ગણેશજીનો પ્રાગટય મહોત્સવ શ્રી ગણેશ ચતુર્થી

editor

Leave a Comment

UA-96247877-1