Aapnu Gujarat
બ્લોગ

કેન્સર એટલે કેન્સલ!,૨૦૪૦ સુધી ૧.૫ કરોડથી વધુ લોકોને કેમોથેરેપીની જરૂર પડશે..!!?

કેન્સર એટલે કેન્સલ! આવું ઘણી વાર સાંભળવા મળે છે. જોકે લિસા રેથી લઈને મનીષા કોઈરાલા સહિત અનેક લોકો એવા પણ છે જેમણે કેન્સરને કેન્સલ કરી દીધું છે. જોકે આના લીધે કેન્સરનો ખતરો ઓછો નથી થતો.એક નવા અભ્યાસ પ્રમાણે વર્ષ ૨૦૪૦ સુધીમાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧.૫ કરોડથી વધુ લોકોને કેમોથેરેપીની જરૂર હશે તેવું અનુમાન છે. આનો અર્થ એ પણ છે કે જે રીતે ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં કેન્સરના દર્દીઓ વધતા જશે તેને જોતાં અંદાજે એક લાખ કેન્સર ફિઝિશિયનોની પણ જરૂર પડવાની છે.
લેન્સેટઑન્કૉલૉજીજર્નલમાં તાજેતરમાં આ અભ્યાસ પ્રકાશિત થયો છે. તેમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૪૦ દરમિયાન, દર વર્ષે કેમોથેરેપીની જેમને જરૂર પડવાની છે તેવા દર્દીઓની સંખ્યામાં ૫૩ ટકા વધારો થઈને તેમની સંખ્યા સમગ્ર વિશ્વમાં ૯૮ લાખથી વધીને ૧.૫ કરોડ થઈ જશે.
રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને વૈશ્વિક માપદંડો પર આ પાયેકેમોથેરેપીની જરૂર પડશે તેવું અનુમાન કરનારો આ સંભવતઃ પહેલો અભ્યાસ છે. આ અભ્યાસ સિડનીમાં ન્યૂસાઉથવેલ્સ યુનિવર્સિટી, ઇન્ઘામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાય્ડ મેડિકલ રીસર્ચ, કિંગહૉર્ન કેન્સર સેન્ટર, ઑસ્ટ્રેલિયાનાલિવરપૂલ કેન્સર થેરેપી સેન્ટર અને લિઓનનીઇન્ટરનેશનલ એજન્સી ફૉરરીસર્ચઑનકેન્સરનાસંશોધકોએ આ અભ્યાસ હાથ ધર્યો હતો.
યુએનએસડબ્લ્યુના સંશોધક બ્રુકવિલ્સન મુજબ, વધી રહેલો વૈશ્વિક કેન્સરનો બોજો નિઃશંક રીતે આજે મુખ્ય આરોગ્ય કટોકટીઓ પૈકીની એક છે. તેણીએ કહ્યું કે, “વર્તમાન અને ભાવિ દર્દીઓની સલામત સારવાર કરી શકાય તે માટે વૈશ્વિક આરોગ્ય કર્મચારીઓને સજ્જ કરવા માટે રણનીતિઓ ખૂબ જ જરૂરી બની ગઈ છે. દેશો અને સંસ્થાઓએ તેમની ભાવિ કેન્સર ફિઝિશિયનોની જરૂરિયાત અને કેમોથેરેપીની જરૂરિયાતનો અંદાજ મેળવવા અમારી માહિતીનો ઉપયોગ કરવો જોઈએ અને જેમને કેમોથેરેપીની જરૂર છે તેવા લોકોને કેમોથેરેપીની સારવાર મળી રહે તે માટે રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને વૈશ્વિક રણનીતિઓનું આયોજન કરવું જોઈએ.
આ સીમાચિહ્નરૂપ અભ્યાસ અત્યારે અને વર્ષ ૨૦૪૦માં કેટલા કેન્સર ફિઝિશિયનોની જરૂર પડશે તે પણ તપાસે છે. જે દર્દીઓને કેમોથેરેપીની જરૂર હશે તેવા દર્દીઓ અત્યારે અને તે સમયે ક્યાં રહે છે કે રહેતા હશે તેની પણ શોધખોળ કરે છે.
તમામ દર્દીઓનેકેમોથેરેપી આપવા માટે આપણે વર્ષ ૨૦૧૮માં ૬૫,૦૦૦ કેન્સર ફિઝિશિયનોની જરૂર હતી- પરંતુ તે સંખ્યા વર્ષ ૨૦૪૦માં વધીને એક લાખ થઈ જશે.”તેમ વિલ્સને કહ્યું હતું. વર્ષ ૨૦૪૦ સુધીમાં, જેમને કેમોથેરેપીની જરૂર હશે તેવા ૧.૫ કરોડ દર્દીઓ પૈકીના ૧ કરોડ દર્દીઓ નીચી અથવા મધ્યમ આવકવાળા દેશોમાં રહેતા હશે. વધારાના બાવન લાખ લોકોને વર્ષ ૨૦૪૦ સુધીમાં સારવારની જરૂર હશે. તેમાંના ૭૫ ટકા લોકો આ દેશોમાં રહેતા હશે.” તેમ અભ્યાસના સહ લેખક મિશેલ બાર્ટને કહ્યું હતું. મિશેલ બાર્ટને યુએનએસડબ્લ્યુમેડિસિનમાં કામ કરે છે. તેમણે કહ્યું કે પ્રવર્તતા પુરાવા બતાવે છે કે કેન્સર કેસોના વૈશ્વિક કેસો વધે તેવી ધારણા છે, ખાસ કરીને નીચી અને મધ્યમ આવકવાળા દેશોમાં.
વસતિની વૃદ્ધિ અને દેશ પ્રમાણે કેન્સરના પ્રકારોના વિતરણમાં પરિવર્તન એ અગ્રણી પરિબળો હતાં જેનાથી અમારા અભ્યાસમાં અમે કેમોથેરેપીની માગ વધતી જોઈ.” લેખકોએ આ અભ્યાસ માટે સારી માર્ગદર્શિકા, દર્દીઓની લાક્ષણિકતાઓ અને અમેરિકા-ઑસ્ટ્રેલિયાના કેન્સર સ્ટેજ ડેટાનો ઉપયોગ કર્યો હતો અને જેમને કેમોથેરેપીથી લાભ થશે તેવા નવા નિદાન કરાયેલા કેન્સરના કેસોનું પ્રમાણ ગણ્યું હતું.
તેમણે આ દરોને વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૪૦ દરમિયાન પુખ્ત અને બાળકોના કેન્સરના વૈશ્વિક બનાવોના આંતરરાષ્ટ્રીય અંદાજ માટે લાગુ કર્યા જેથી કેમોથેરેપીની વિશ્વમાં કેટલી માગ રહેશે તે જાણી શકાય.આ તથ્યો કેમોથેરેપીની જે નવા કેસોમાં જરૂર હશે તેમાં સૌથી વધુ વધારો થવાની સંભાવનાવાળા દેશો માટે ચિંતાનો વિષય છે. પૂર્વ આફ્રિકા, મધ્ય આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં આ વધુ ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૪૦માં, કેમોથેરેપીની જરૂર હોય તેવા સૌથી સામાન્ય (કૉમન) કેસોમાં ફેફસાં, સ્તન અને આંતરડા-ગુદાના કેન્સરનો સમાવેશ થાય છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

प्रज्ञा को निकाल बाहर करें

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1