Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ કપ માટે ગૌતમ ગંભીરે ભારતને નહીં, પરંતુ ઑસ્ટ્રેલિયાઈ ટીમને ગણાવી ફેવરેટ

વર્લ્ડ કપ ૨૦૧૧માં ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવનારા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયાઈ ટીમને પોતાની પહેલી પસંદ ગણાવી છે. ગંભીરનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયાએ નિશ્ચિત રીતે વર્લ્ડ કપની ફાઇનલ રમવી જોઇએ. ગંભીર અનુસાર ઑસ્ટ્રેલિયાનો મુકાબલો તેની બે મનગમતી ટીમ ઇંગ્લેન્ડ અથવા ભારત સાથે થશે. ક્રિકેટમાંથી રાજનીતિમાં આવેલા બીજેપીનાં લોકસભા ઉમેદવાર ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે ઇંગ્લેન્ડની ટીમ તેની બીજી પસંદગી એ માટે નથી કારણ કે તે ઘરમાં રમી રહી છે, પરંતુ તેની પાસે બધા જ સ્થાન માટેનાં ક્રિકેટર છે.
ગંભીરનાં જણાવ્યા પ્રમાણે, ઇંગ્લેન્ડ સંતુલિત ટીમ છે. જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડની ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ પાસે બેન સ્ટોક્સ અને મોઈન અલી જેવા ઑલરાઉન્ડર્સ છે.ગંભીરે ભારતને લઇને કહ્યું કે, જ્યાં સુધી ભારતની બેટિંગની વાત છે તો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મોટો સ્કોર બનાવવો રહેશે. બૉલિંગમાં જસપ્રિત બુમરાહ એક્સ ફેક્ટર રહેશે. આ એક રોમાંચક વર્લ્ડ કપ હોવો જોઇએ અને ઓછામાં ઓછા ૬ દેશોની વચ્ચે રસાકસીની મેચો થવી જોઇએ. આ વિશ્વ કપમાં દરેક ટીમ એક-બીજા સામે રમશે. દરેક મેચ માટે ટીમે હંમેશા તૈયાર રહેવું પડશે. ગ્રુપ લીગની કોઇપણ મેચમાં કોઈપણ ટીમ આરામ ના કરી શકે.વેસ્ટઇન્ડીઝ વર્લ્ડ કપનું દાવેદાર રહેશે કે નહીં? તેનો જવાબ આપતા ગૌતમ ગંભીરે કહ્યું કે, આઈપીએલમાં વેસ્ટઇન્ડીઝનાં કેટલાક ક્રિકેટર્સે સારું પ્રદર્શન કર્યું છે, તે માટે તેમની ચર્ટા થઈ રહી છે, પરંતુ મને લાગે છે કે ૫૦ ઑવરની રમતમાં આ અલગ હશે. તેમની પાસે સારા સ્પિનર નથી. હું ઘણો ચોક્કસ નથી કે તમને ફક્ત ઝડપી બૉલર્સ જ દિલ જીતાડે.જ્યારે તેને પુછવામાં આવ્યું કે વર્લ્ડ કપ ૨૦૧૧માં શતક ચુકી જવાનો તેને અફસોસ છે? તેના જવાબમાં ગંભીરે કહ્યું કે, બિલકુલ નહીં. અમારો ઉદ્દેશ વિશ્વ કપ જીતવાનો હતો અને હું મોટું યોગદાન આપવા ઇચ્છતો હતો અને એ મે આપ્યું.

Related posts

पाकिस्तान के खिलाफ अगर मगर नहीं टीम इंडिया ही जीतेगी : सहवाग

aapnugujarat

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઈલેવનમાં કોહલીને ન મળ્યું સ્થાન

editor

एंडरसन के पास टेस्ट रैंकिंग में शीर्ष पर पहुंचने का मौका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1