Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં આદ્ય પત્રકાર મહર્ષિ નારદ જયંતિની ઉજવણી અંતર્ગત પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા એપીએમસી વિરમગામ ખાતે આદ્ય પત્રકાર મહર્ષિ નારદ જયંતી અંતર્ગત "પત્રકાર મિલન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમગામ જિલ્લા કાર્યવાહ રઘુભાઈ ખાંભલા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમણે પત્રકારત્વ અને સામાજિક જવાબદારીઓ અંગે સુયોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામ, સાણંદ, પાટડી દસાડા તાલુકામાંથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
    વિરમગામ જિલ્લા કાર્યવાહ રઘુભાઈ ખાંભલાએ જણાવ્યુ હતુ કે, લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારત્વએ આદ્ય પત્રકાર મહર્ષિ નારદ પાસેથી પ્રેરણા લઈને સક્રિય રીતે પોતાની જવાબદારી નિભાવવી જોઇએ. નાદરજીએ મહર્ષિ વાલ્મિકીજી સહિતના અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દક્ષ, મેઘાવી, નિર્ભય, વિનયશીલ, જિતેન્દ્રીય, સત્યવાદી, સ્થિતપ્રજ્ઞા, તપસ્વી. ચારેય પુરુષાર્થનાં જ્ઞાતા, પરમ યોગી, સૂર્યની સમાન, ત્રિલોકી પર્યટક, વાયુ સમાન બધા યુગો, સમાજો અને લોકોમાં વિચરણ કરવાંવાળાં, વશમાં કરેલાં મનવાળાં, નીતિજ્ઞ, અપ્રમાદી, આનંદરત, કવિ, પ્રાણીઓ પર નિ:સ્વાર્થ પ્રીતિ રાખવાંવાળાં, દેવ, મનુષ્ય, રાક્ષસ બધાં લોકોમાં સન્માન પ્રાપ્ત કરવાંવાળાં દેવતા તથાપિ ઋષિત્વ પ્રાપ્ત કરવાંવાળાં દેવર્ષિ નારદ છે.
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું

aapnugujarat

जय की शिकायत में रोहिणीसिंह सहित ७ के विरूद्ध समन्स जारी

aapnugujarat

વડોદરા ડેન્ગ્યુના ભરડામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1