Aapnu Gujarat
ગુજરાત

વડોદરા ડેન્ગ્યુના ભરડામાં

વડોદરામાં ડેન્ગ્યુનો વાવર હજી ઓછો થયો નથી અને તેના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં ડેન્ગ્યુના ૪૨૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ચાલુ મહિને નવેમ્બરના દસ દિવસમાં જ ૧૧૨ પોઝિટિવ અને ૩૦૨ શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યા છે. વડોદરામાં ચાલુ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના શંકાસ્પદ ૪ ૩૦૦ કેસ થયા છે. જેમાં ૬૩૬ પોઝિટિવ છે અને હજી પણ દવાખાનામાં કેસો વધી રહ્યા છે. તે જોતા આ આંકડો વધશે. રાજ્યમાં ચાલુ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થતાં તેના લીધે ડેન્ગ્યુ જેવા વાહક જન્ય રોગોનો વાવર વધ્યો છે. છેલ્લા ૬ વર્ષના આંકડા જોઈએ તો ઓગસ્ટથી નવેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વિશેષ રહ્યું છે. થોડા સમય પહેલા રાજ્યના આરોગ્ય કમિશનર વીડિયો કોન્ફરન્સ દ્વારા ડેન્ગ્યુ જેવા રોગો વકરે નહીં તે માટે મચ્છરોનો ત્રાસ ઘટાડવા ઘનિષ્ઠ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.છેલ્લા ત્રણ વર્ષમાં વડોદરામાં ડેન્ગ્યુ નું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા ૬ વર્ષના આંકડા જોઈએ તો વર્ષ ૨૦૧૬માં ડેન્ગ્યુના સૌથી વધુ ૧,૫૧૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૧૪ના મોત થયા હતા. હવે શિયાળો શરૂ થતા સ્વાઈન ફ્લૂના કેસો પણ વધશે.

Related posts

गुजरात चुनाव : फेसबुक पर हार्दिक मोदी से लोकप्रिय है

aapnugujarat

વાતાવરણમાં પલટાને લઇ કેરી પાકને નુકસાનનો ભય

aapnugujarat

ગઠિયાઓ મુસાફરોના સ્વાંગમાં ગોઠવીને ૫૦ હજાર ચોરી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1