Aapnu Gujarat
ગુજરાત

ઠગ દંપત્તિ ઝડપાયું

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલ જવેલર્સના શૉ-રુમમાં સોનાની ચોરીની ઘટનાઓ વધી ગઈ હતી જેને લઈ શહેર પોલીસની સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચ પણ કામે લાગી ગઈ હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ પૂનમ રંગવાણી અને કમલેશ રંગવાણી નામના એક ઠગ દંપતીને ઝડપી પાડયું છે.
પોલીસની તપાસમાં આ દંપતીએ શહેરના ૫ શો-રૂમમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત પણ કરી લીધી છે. આ લોકોએ આ ૫ શો-રૂમ સિવાય અન્ય જગ્યાએ પણ આવી રીતે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ લોકોના ચહેરા સીસીટીવીમાં આવી જતાં આ લોકો મૂળ રાજસ્થાનના ગામ અજમેર જતાં રહયા હતા પરંતુ પરત પોતાના સગાને મળવા આવવાના છે તેવી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે આ લોકો કોઈ પણ શૉ રૂમ માં જાય ત્યારે ત્યાંના હાજર કર્મચારીને દાગીના જોવા માંગતા હતા અને અલગ-અલગ દાગીના જોતી વખતે પૂનમ દાગીના પોતાના પર્સમાં રાખી લેતી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો આ સિવાય આગાઉ રાજસ્થાન,દિલ્હી,મુંબઇ,કોલકત્તા સહિત અન્ય જગ્યા પકડાઈ ચુક્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

શંભુ મહારાજના કાર્યક્રમમાં ઝપાઝપીથી ભાજપ-કોંગ્રેસના સંસ્કારો ખુલ્લા પડ્યા : હાર્દિક પટેલ

aapnugujarat

વડોદરામાં પીએસઆઇ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આપઘાત

aapnugujarat

વયોવૃદ્ધ મહિલા સાથે પોલીસના અમાનવીય વર્તનથી ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1