Aapnu Gujarat
બ્લોગ

કોર્ટમાં ૨.૮ કરોડ કેસો પેન્ડિંગ

ભારતીય ન્યાય પ્રક્રીયા અત્યંત ધીમી અને અસ્થિર છે જે લાખો લોકોને ન્યાય આપવામાં વિલંબ કરે છે. આમાં ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લગભગ ૨.૮ કરોડ કેસો પેન્ડિંગ પડ્યા છે. જેમાંથી ત્રીજા ભાગના કેસો તો છેલ્લા ૫ વર્ષથી વિલંબિત છે. છેલ્લા ૫ વર્ષમાં બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, ઓરિસ્સા, ગુજરાત, મેઘાલય અને આંદામાન અને નિકોબાર દ્વિપ ખાતેની કોર્ટમાં દરેક ચારમાંથી એક કેસ વિલંબિત છે. ઈન્ડિયન જસ્ટિસ રિપોર્ટ ૨૦૧૯ પ્રમાણે, ૨.૩ લાખ કેસો એક દસકાથી વિલંબિત છે. આ કેસો વિલંબિત થવાના ઘણાં કારણો છે. જેમાં લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓ, લાંબી ન્યાયિક પ્રક્રીયા, ઝડપથી વધતી વસ્તી અને ટૂંકુ બજેટ જવાબદાર છે. ઓક્ટોબર ૨૦૧૯ના સીએમઆઇઇના ડેટા પ્રમાણે ૮.૫ ટકાના બેરોજગારીના દરથી ભારતીય યુવાધન સારી નોકરીની તક ઝડપવા મથી રહ્યા છે. ત્યારે ભારતમાં ન્યાયિક સિસ્ટમમાં હ્યુમન રિસોર્સની કમી છે. ભારત પાસે વસ્તી દીઠ પોલીસનો સૌથી નીચા દર છે એટલે કે, વસ્તી પ્રમાણે જેટલા પોલીસની જરૂર છે તેટલા નથી. દુનિયા પાસે દરેક ૧,૦૦,૦૦૦ વસ્તી માટે ૧,૫૧૧ પોલીસ છે. જેની સરખામણીએ આપણી પાસે વસ્તી માટે પોલીસનો આ રેશિયો ઘણો નીચો છે. આપણી પાસે દર ૧ લાખ વસ્તી દીઠ માત્ર ૪૨ પોલીસમેન છે. તેમ રિપોર્ટ કહે છે. અધિકારી સ્તરના પોલિસદળની સંખ્યા અમુક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાજૂકરીતે ખાલી પડી છે. આ સિવાય ભારતમાં એક પણ હાઈકોર્ટ કે નીચલી અદાલતમાં તમામ ન્યાયિક પદો નથી ભરાયેલા. એકમાં દરેક ચાર મંજૂર હાઈકોર્ટના જજનું પદ ખાલી રહ્યું છે. આવી જ સ્થિતિ મોટાભાગની કોર્ટની છે. ખાલી પદોનો આંકડો મેઝોરમમાં ૫૨ ટકાથી મહારાષ્ટ્રમાં ૪.૫ ટકા છે.

Related posts

बड़ा कौन ? अभिव्यक्ति की आज़ादी या देश की सुरक्षा

aapnugujarat

આંખના ઇશારે શરૂ થયેલો સંવાદ જીવનભરનો સંગાથ બની ગયો

aapnugujarat

મિત્રતા એટલે શું ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1