Aapnu Gujarat
રમતગમત

ભારત વિરુદ્ધ અગાઉની સિરીઝ હારનો બદલો લેવાની મોટી તક : એનગિડિ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીનું કહેવું છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની વિરુદ્ધ મેચ તેમના માટે બદલો લેવાની તક હશે. તેણે કહ્યું કે તે આ મેચને જૂની હારનો ભાર ઉતારવા તરીકે જુવે છે. વર્ષ ૨૦૧૮માં ભારતે દક્ષિણ આફ્રિકાને તેના ઘરમાં જ ૫-૧થી હરાવી દીધું હતું. એનગિડીના મનમાં હજુ આ હારનું દર્દ છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે તેમનો આપણા પર દેવું બાકી છે.
એનગિડીએ કહ્યું કે, હું ભારત સાથેની મેચને લઈને ઘણો ઉત્સુક છું. જ્યારે તેઓ અહીં આવ્યા હતા તો તેઓએ અમારી વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું હતું. તેથી મારા મગજમાં આ વાત ચાલી રહી છે કે તેમને જવાબ આપવો છે. મારા માટે આ ઘણી એક્સાઇટિંગ મેચ હશે. મને આશા છે કે બાકી તમામ માટે આ મેચ આવી જ હશે.
એનગિડીએ ચેતવણી આપી છે કે સમગ્ર તાકાતથી સજ્જ પ્રોટીજ ટીમ કડક ટક્કર આપશે. તેણે કહ્યું કે ભારત એક મહાન ટીમ છે, તેની પાસેથી આ વાત છીનવી ન શકાય. પરંતુ જ્યારે તેઓએ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સીરીઝ જીતી હતી ત્યારે કેટલાક પ્લેયર બહાર હતા. હવે તે પ્લેયર પરત આવી ગયા છે, જોઈએ છીએ આગળ શું થાય છે.

Related posts

रंगभेद के आरोपों पर डैरेन सैमी का यू टर्न, कहा – खिलाड़ियों ने प्यार से कहा था कालू

editor

૨૦૧૯ વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ગેલ તોડે તેવી શક્યતા

aapnugujarat

Team India have to be aggressive against pace bowler Amir : Tendulkar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1