Aapnu Gujarat
ગુજરાત

યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભારતની એકતા અખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવીને આવનારી પેઢીઓ સુધી એક ભારત-શ્રેષ્ઠ ભારતનો ભાવ પ્રેરિત કરતા વિશ્વના સૌથી ઊંચા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમાની નિરીક્ષણ મુલાકાત કેવડીયા પહોંચીને કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને ગુજરાત સરકાર અને સૌ ગુજરાતીઓ વતી આવકાર્યા હતા. વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સાથે વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને દ્રઢ સંકલ્પ સાથે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ ઉન્નત કર્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું. યોગી આદિત્યનાથએ પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા કહ્યુ કે, પ૬ર રજવાડાઓને એક કરીને ભારત વર્ષને એકતાના તાંતણે બાંધનારા સરદાર સાહેબનું આ કાર્ય આવનારા યુગો સુધી યુવા પેઢીને પ્રેરણા આપશે અને રાષ્ટ્રચેતનાનો સંચાર કરશે. સરદાર સાહેબની કલ્પાનાને સરદાર સરોવ બંધના નિર્માણ સાથે સાકાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કિસાનોને સિંચાઇની સુવિધા આપીને, ગુજરાતને સમૃદ્વિ તરફ લઇ જવા વિકાસના ઘ્‌વાદર ખોલી આપ્યાક છે. એવી આ ભુમિના સ્થાડનિક આદિવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ કલાસ ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવીને ટૂરીસ્ટ ગાઇડ તરીકે રોજગાર અવસર પૂરા પાડયા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે નર્મદા નિગમના સીએમડી એસએસ રાઠોર, નિગમના સંયુકત વહીવટી સંચાલક સંદીપકુમાર, જિલ્લા કલેકટર આરએસ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીમ્સી વિલિયમ્સબ, નાયબ વન સંરક્ષક ડૉ.કે.શશીકુમાર અને પ્રતિક પંડયા, નિગમના ચીફ એન્જિિનિયર પીસી વ્યાસિ સહિત અધિકારીઓ જોડાયા હતા.

Related posts

चेइन स्नेचिंग करनेवाले इरानी गैंग का सूत्रधार गिरफ्तार

aapnugujarat

માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

aapnugujarat

ગુજરાત સરકારે પેન્શનરો અને કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1