Aapnu Gujarat
Uncategorized

ગીર મોન્સુન ફેસ્ટીવલનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં સાસણનાં વનપ્રદેશનાં પ્રાકૃતિક નયનરમ્ય સૈાદર્યની કળાઓ વચ્ચે ભાલછેલ ગામ નજીક આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મોન્સુન ફેસ્ટીવલ ૨૦૧૮ સાસણ(ગીર)નો રંગારંગ કાર્યક્રમો વચ્ચે પ્રારંભ થયો છે. કાર્યક્રમનું ઉદઘાટન સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમાએ મેયર શ્રીમતી આદ્યાશક્તિબેન મજમુદાર, તાલાળાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, ઝવેરીભાઇ ઠકરાર અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ગીર મોન્સુન ફેસ્ટીવલ સાસણ ગીરનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના ગીર વનપ્રદેશનાં સાસણ સમીપે વર્ષાઋતુમાં સૌંદર્ય સોળે કળાએ ખીલતી વનરાજીનો લહાવો લેવા પ્રવાસીઓને આકર્ષવા મોન્સુન ફેસ્ટીવલનું થયેલ આયોજનમાં સંસદસભ્ય શ્રી રાજેશભાઇ ચુડાસમા અને તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માનાં કલાકારો એવં મહાનુભાવોએ વિવિધ પ્રાંત,દેશનાં કલાકારોનાં મોન્સુન કાર્નિવલને પ્રસ્થાન કરાવ્યુ હતુ. વિવિધ વેશભૂષામાં સજ્જ કલાકારો નૃત્યની રમઝટ અને પરંપરાગત ભાતીગળ વાજિંત્રોથી વાતાવરણ ઉત્સવપ્રિય બનાવી ગીરનાં માર્ગને સાંસ્કૃતિક અસ્મિતાની ઝલકથી ઝરમર વરસાદનાં અમીછાંટણાઓ વચ્ચે રસ તરબોળ બનાવી દીધા હતા.
ગુજરાતના ગીર વનપ્રદેશનાં એશિયેટીક લાયન નેશનલ પાર્કનાં વનકેસરી સમગ્ર ભારતવર્ષનું ગૈારવ છે, પ્રવાસીઓને સાસણનાં વનપ્રદેશમાં વિશ્વની અણમોલ વનરાજનો સંગાથ કરવાનો અવસર સાંપડે છે, લોકજાગૃતિ અને ગીરકાંઠાનાં ખેડુતો, પશુપાલકો અને ગ્રામિણ જનતાનાં સહયોગ થકી સિંહ હવે વનક્ષેત્રની બહાર પણ પોતાની હાજરી નોંધાવી લોકસ્વીકૃત બન્યા છે ત્યારે કાઠીયાવાડી સોરઠી આતિથ્ય પરંપરાની ઝલક સ્વરૂપ લોકો સાથે વન અને વન્યપ્રાણીની અનેરી પ્રિતીને માણવા અને જાણવાની ગીર મોન્સુન ફેસ્ટીવલ પર્યટકોને આકર્ષે છે. આ ગીરની વનરાજીની સંગાથે યોજાઇ રહેલા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તા. ૧ થી ૧૬ સપ્ટેમ્બર સુધી યોજાઇ રહેલ કાર્યક્રમનાં ઉદઘાટક સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે ગીર વનપ્રદેશ વિશ્વભરનાં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, આજથી ૧૬ દિવસ સુધી યોજનાર કાર્યક્રમો ગુજરાતનાં સાંસ્કૃતિક બાબતોની જાંખી કરાવશે. તારક મહેતાનાં ઉલ્ટા ચશ્મા ટીવી સિરીયલનાં કલકાર જેઠાલાલ, નટુકાકા, બાઘો અને સંદરમામાએ ગીરનાં સિંહ અને ગીરના લોકોનાં વખાણ કરતા જણાવ્યુ હતુ કે દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રવાસનને વેગ આપવાની દિર્ઘદ્રષ્ટી આજે સાસણને વિશ્વફલક પર પહોંચતુ કર્યુ છે. એશિયેટીક સિંહની સાથે જૂનાગઢ જિલ્લાનાં લોકોના આતિથ્યભાવ પર્યટકોને આવકારે છે, હોટલ એશોસીયેશનનાં પ્રતિનીધીશ્રીએ પર્યટકો માટે સાસણમાં પ્રાપ્ય સુવિધાઓની જાણકારી આપી હતી. ઉદઘાટનપુર્વે મહાનુભાવોના હસ્તે પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલ ખાસ પ્રદર્શનીને ખુલ્લી મુકાઇ હતી.
કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાત પ્રવાસન નિગમનાં ડીરેક્ટર ઝવેરીભાઇ ઠકરારે આમંત્રીતોનું સ્વાગત કરી ગીર મોન્સુન ફેસ્ટીવલની વિગતો આપી હતી.
ગીર મોન્સુન ફેસ્ટીવલનાં ઉદઘાટન પ્રસંગે દીવસે પરેડ, ગણપતિવંદનાથી શરુ કરી વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો, ફોટો કોર્નર, કાર્ટુન કેરેક્ટર, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, સ્થાનિક કલાકારો દ્વારા રાસ, મણીયારો, ટીપ્પણી નૃત્ય સહીત વિશિષ્ટ પ્રસ્તુતી, ચિત્ર સ્પર્ધા, ગ્લાસ પેન્ટીંગ, ક્વિઝ વનમીનીટ જેવી ઈન્ડોર સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી જે દરરોજ યોજાનાર પણ છે. જ્યારે ઝોરબિંગ, ટાયર ક્લાઈમ્બીંગ, ટગ ઓફ વોર, બીમ બેલેન્સીંગ રેઇન ડાન્સ, વોલીબોલ, મેરેથોન, રોપ ક્લાઈમબીંગ બર્મા બ્રીજ જેવી પ્રવૃતિઓ પર્યટકોને આકર્ષશે. નાયબ વનસંરક્ષકશ્રી ડો. મોહનરામે ગૈારવવંતી ગીરની આગવી ઓળખ પ્રસ્થાપીત કરતા ગીર મોન્સુન ફેસ્ટીવલ પ્રસંગે યોજાતા કાર્યક્રમમાં સાસણનાં અતિથી બનતા પર્યટકોને આવકાર્યા હતા. આ પ્રસંગે ભાલછેલ, સાસણ, હરીપુર અને આસપાસનાં ગ્રામિણ લોકો પર્યટકોને આવકારવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા પધાર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત પ્રવાસન નિગમનાં શ્રી મુન્શી, સહિત અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતા લોકો પરેશાન

editor

કેશોદનાં મંગલપુરમાં દલિત યુવાનને મારી નાંખવાની ધમકી

aapnugujarat

ट्रंप ने किया रूस में 2 अमेरिकी दूतावास बंद करने का ऐलान

editor

Leave a Comment

UA-96247877-1