Aapnu Gujarat
Uncategorized

કેશોદનાં મંગલપુરમાં દલિત યુવાનને મારી નાંખવાની ધમકી

કેશોદના મંગલપુર ગામના દલિત યુવાનને ગામના સરપંચ દ્વારા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સરપંચ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્મશાનની દીવાલ ચણવા ન દેવાતા ઝઘડો થયો હોવાની આશંકા છે.
દલિત યુવાન ભૂપતભાઈ કાનાભાઈ રાઠોડ (૪૦) ને ગામના સરપંચ દ્વારા હડધૂત કરી ગાળો અપાઈ હતી. તેમજ માર માર્યો હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ ફરિયાદમાં ભૂપતભાઈએ ઉલ્લેખ કર્યો છે કે, તે પોતે સ્ટેશનની બાજુમાં આવેલી કેબિન પર ચા પીતો હતો. દરમિયાન ત્યાં ઊભેલા સરપંચે સ્મશાનની દીવાલ કેમ ચણતો નથી એવું કહીને ભૂપતભાઈને ગાળો બોલી હતી. એટલું જ નહીં, તેને હડધૂત કરી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. જો કે પિતરાઈએ ભૂપતભાઈને છોડાવ્યો હતો. તેને કમર, માથા અને આંખના ભાગે દુખાવો ઉપડતા કેશોદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાના મ્યુઝિયમ બનાવવાના નિર્ણયને કરણી સેનાએ આવકાર્યો

editor

અમદાવાદ શહેરમાં ૬૫ સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો

editor

પાકિસ્તાનના ‘તાલિબાન’ એજન્ડા પર અફઘાનિસ્તાન વિફર્યુ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ખેંચી ગયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1