Aapnu Gujarat
Uncategorized

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાના મ્યુઝિયમ બનાવવાના નિર્ણયને કરણી સેનાએ આવકાર્યો

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ભાવનગર દ્વારા ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય રજવાડાના મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે એ નિર્ણયને આવકારવા માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ફટાકડા ફોડી અને મિઠાઈઓ વહેંચીને ભવ્ય રજવાડા મ્યુઝિયમના નિર્ણયના વધામણાનો કાર્યક્રમ ભાવનગરના સિહોર ખાતે યોજાઈ ગયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજવાડાનું મ્યુઝિયમ પણ બનશે એવી જાહેરાત કરી હતી અને વડાપ્રધાન મોદી આઝાદી વખતે દેશી રજવાડાના વિલિકરણ વખતે રજવાડાના ત્યાગ, સમર્પણ અને બલિદાનના ખૂબ વખાણ કર્યાં હતાં. બાદમાં બે વર્ષ સુધી રાજ્ય સરકારે આ જાહેરાત પર કોઈ કામગીરી કરી ન હતી એ કારણ થી સમસ્ત રાજપૂત સંગઠનોએ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ અનેક વખત સરકારે આપેલ વચન યાદ કરાવ્યું હતું અને આવેદનો આપ્યાં હતાં એ રજુઆતની અસરરૂપે મુખ્યમંત્રી રૂપાણીએ લીધેલા આ રજવાડા મ્યુઝિયમના નિર્ણયને ખૂબ ખૂબ આવકારી છીએ અને નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ નિર્ણયની ખુશીમાં શિહોર ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ફટાકડા ફોડી અને મિઠાઈ વહેંચીને સરકાર દ્વારા લેવાયેલ ભવ્ય રજવાડા મ્યુઝિયમના નિર્ણયનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તથા વડાપ્રધાન મોદી, ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માન્યો હતો.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા કરાતા ખળભળાટ

aapnugujarat

વેરાવળની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

aapnugujarat

લગ્ન પ્રસંગમાં લાઉડ સ્પીકર ઘોડિયા પર પડતા ૬ મહિનાની બાળકીનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1