Aapnu Gujarat
Uncategorized

વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા કરાતા ખળભળાટ

રાજકોટમાં એક વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની હત્યા કરવામાં આવી છે. જેમાં રાજકોટની એક નામચીન યુવતી સાથે તેનાં બે સાગરિતો સામે ફરિયાદ નોંધાઇ હતી. જામનગરનાં વૃદ્ધને રાજકોટ બોલાવીને તેનો વીડિયો ઉતાર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વૃદ્ધ કિરીટ ચંદુભાઇ મહેતાને હનીટ્રેપમાં ફસાવીને હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે વૃદ્ધનાં મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો છે. આ આખી ઘટનામાં બે યુવતી સહિત ત્રણ યુવાનોની સંડોવણી બહાર આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કેસમાં સંડોવાયેલ યુવતીની પહેલા સીડીકાંડમાં પણ ધરપકડ થઇ હતી. થોડા સમય પછી આ અંગે પોલીસ વધુ માહિતી આપશે.
હાલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓ અને મૃતકનાં પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. સરકારી કોન્ટ્રાક્ટ ધરાવતા ૬૯ વર્ષીય મફત પટેલને હનિટ્રેપમાં ફસાવી સોનિયા નામની ૪૦ વર્ષીય મહિલાએ વૃદ્ધની ઓફિસમાં એકલતાના સમયમાં તેમની સાથે શારીરિક અડપલા ઉપરાંત શરીર સંબંધ બાંધવા જેવી પરિસ્થિતિ ઊભી કરી ચાલાકીથી છૂપા કેમેરાથી ફોટા પાડી લીધા હતા. મહિલા અને તેના સાથીદારે વૃદ્ધને ફોટા બતાવી યૂ-ટ્યૂબમાં ફોટા અપલોડ કરવાની ધમકી આપી રૂ. ૭ લાખ માગ્યા હતા. જે અંગે વૃદ્ધે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણનું ભાજપમાંથી આખરે રાજીનામુ

aapnugujarat

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં મજુરોને ધાબળાનું વિતરણ

editor

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારત-પાક સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્દઘાટન કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1