Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી સંપન્ન

મહિલા સશકિતકરણની ઉજવણી અંતર્ગત વેરાવળની ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આજે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શિતલબેન પટેલે પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ડીઝીટલ યુગમાં દિકરીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી અનેકવિધ ક્ષેત્રમાં સિધ્ધીઓ મેળવી છે આઈ.એ.એસ, આઈ.પી.એસ. રાજકીયક્ષેત્રે અને સામાજીકક્ષેત્ર પણ મહિલાઓ આગળ આવી રહી છે. તેઓશ્રીએ વધુમા ઉમેર્યું કે, કોઈપણ ક્ષેત્રમાં નાની-મોટી સફળતા સિધ્ધ કરવા માટે અનેક મુશ્કેલીભર્યા પડકારો સામે આવતા હોય છે ત્યારે દિકરીઓએ નાસીપાસ થવાની જરૂર નથી પડકારોનો સામનો કરી સફળતા સિધ્ધ કરવાની છે. નાયબ કલેકટરશ્રી ભાવનાબેન ઝાલાએ કહ્યુ કે, જીવનમાં ધ્યેય નિશ્ચિત હોવુ જોઈએ. સપનાઓને સિધ્ધ કરવા માટે સમયમર્યાદામાં સખત મહેનત કરવી પડે છે. ભણતરના દરેક વિષય જીવનમાં ઉપયોગી નિવડે છે. જિલ્લા મહિલા સપોર્ટ સેન્ટરના અલકાબેન કંડોરીયા અને કિંજલ મકવાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી મંજુબેન સોલંકી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી દાફડા, શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામા વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ, આભારવિધી ડો.કાશ્મીરાબેન ટાંકે કરી હતી.
ગર્લ્સ હાઈસ્કુલની વિધાર્થીની વેરાવળ નગરપાલીકાના પ્રમુખ બન્યા
ગર્લ્સ હાઈસ્કુલ વેરાવળ ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણીમા સ્વાગત પ્રવચન કરતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ જણાવ્યું હતું કે, આપણી આ શાળાની ભૂતપૂર્વ દિકરી વિધાર્થીની મંજુલાબને સુયાણી આજે વેરાવળ નગરપાલીકાના પ્રમુખ બની સેવારત છે. અહીયા બેઠેલી દિકરીઓની જેમજ આ શાળામાં ભણેલી દિકરી મંજુલાબેન સુયાણીએ પણ અહિંથી શિક્ષણ સાથે જીવન ઘડતરના પાઠ શિખ્યા હતા. અર્થાત આ શાળાની વિધાર્થીનીઓ પણ ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્રમાં આગળ હશે તે ચોક્કસ છે. નગરપાલીકાના પ્રમુખ બની મંજુલાબેને શાળાનુ નામ રોશન કર્યુ છે વેરાવળ-પાટણ શહેરના પ્રથમ નાગરિક તરીકે તેઓ નિષ્ડાવાન બની ફરજ બજાવી રહ્યા છે.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની યોજાઈ બેઠક

editor

સિંહના સ્વાસ્થ્યની જાળવણી માટે ચકાસણી ઝુંબેશ

aapnugujarat

કડી માં આવેલ કરણપુર વિસ્તારમાં વર્ષો થી ચાલી આવતી પરંપરાગત રિતે હોલિકા દહન કરવામાં આવ્યું.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1