Aapnu Gujarat
બ્લોગ

સોશિયલ મીડિયા : બુદ્ધિનો વિકાસ કે સમયનો દુરુપયોગ

૨૧મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકોના સંપર્કમાં પહોંચી શકાય છે. ફેસબુક, ટ્‌વીટર, વ્હોટ્‌સએપ અને બીજી ઘણીબધી સાઈટ્‌સના માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે.આપણે જાણીએ છીએ કે, વર્તમાનમાં જેટલો સમય વયસ્ક લોકો વાતચીતમાં પસાર કરે છે, એટલો સમય યુવાનો સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ સારી વસ્તુઓ શીખવાડે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું નવું નવું જાણી શકે છે. સોશિયલ મિડિયાના માધ્યમથી ન્યૂઝ, દુનિયામાં બનતા બનાવો, રાજકીય માહિતીની આપ-લે, સંદેશાની આપ-લે વિગેરે સરળતાથી કરીને તમે તમારી જાતને અપડેટ રાખી શકો છો, અને બીજાને પણ. સોશિયલ મીડિયાથી દુનિયા ખુબ નજીક આવી ગઈ છે.યુનિવર્સિટી ઓફ કેન્સાસે એક રિસર્ચમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે લાભદાયક છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં જોડાઈ રહેવાને કારણે અને એકબીજા સાથે વિચારોની આપ-લે કરવાને કારણે ઘણી સારી વાતો જાણી અને શીખી શકે છે. એટલું જ નહીં તેઓ ચર્ચા માટે પોતાની તર્કશક્તિનો વિકાસ કરી શકે છે.જે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર તર્ક-વિતર્ક કરે છે તેની તાર્કિક ક્ષમતા તેમના સહપાઠી વિદ્યાર્થીઓ કરતાં ઘણી વધારે હોવાનું પુરવાર થયું છે. રિસર્ચમાં પુરવાર થયું છે કે, વર્તમાન સમયમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લે છે અને પોતાની જાતને અપડેટ રાખે છે.ટેકનોલોજીના અતિરેકથી માનસિક અને શારીરિક નુકસાન થઈ શકે છે. જો મોબાઈલ અથવા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમો તમારા મોટા ભાગના સમયનો વ્યય કરતા હોય અને જીવનમાં એ વસ્તુઓ જ તમારા માટે મહત્વની બની ગઈ હોય તો એ ચેતવણી છે કે, જીવનમાં કંઈક સારું નથી થઈ રહ્યું નથી.ઘણા લોકો પોતાના રુમમાં પુરાઈને કલાકો સુધી એકલા કોમ્પ્યુટર, મોબાઈલ અથવા ટીવી સામે બેસી રહે છે. એનાથી તેઓને જરુરી શારીરિક કસરત મળતી નથી. જેથી બેઠાડુ જીવન તેમના માટે હૃદયની તકલીફો, ડાયાબિટીસ અને બીજી કોઈ મોટી બીમારી પણ નોતરી શકે છે.સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મનો વધુ પડતો ઉપયોગ બીજાં ઘણાં નકારાત્મક પરિણામ નોતરી શકે છે. જેમ કે તાજેતરનો એક અભ્યાસ જણાવે છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો એ દારુ પીને ડ્રાઈવિંગ કરવા જેટલું જોખમી પુરવાર થાય છે. વાહન ચલાવતી વખતે ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરવો જીવલેણ સાબિત થઈ શકે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, ૧૬થી ૨૭ વર્ષના વય જૂથના વાહનચાલકોમાંથી આશરે ૪૦ ટકા લોકો ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે.વર્તમાન સમયમાં મોટાભાગના બાળકો ટાઈમપાસ કરવા માટે ટીવી જોયા કરે છે અથવા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો વપરાશ કરે છે. બાળકોએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી આવી વસ્તુઓ સમજી વિચારીને વાપરતાં શીખવું જોઈએ, જેથી તેના ગેરફાયદાથી બચી શકાય. બાળકોના વાલીઓએ પણ તેને આમ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ.
જોકે “અતિ સર્વત્ર વર્જ્યતે” એ સંસ્કૃત ઉક્તિ પ્રમાણે કોઈપણ વસ્તુનો તેની મર્યાદામાં રહીને ઉપયોગ થાય તો લાભ છે અને જો વધુ ઉપયોગ કરવામાં આવે તો નુકસાન નોતરે છે. જેથી કહી શકાય કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાને અવગણી પણ શકાય નહીં અને અતિરેક પણ યોગ્ય નથી. સોશિયલ મિડિયાના વધુ પડતાં ઉપયોગ પછી તેની લત છોડાવવા માટે ક્યારેક મનોચિકિત્સકની પણ સલાહ લેવી પડે તેવી સ્થિત સર્જાય છે.હવે તો તહેવાર અને વ્યવહાર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઉજવાઈ રહ્યા છે. હમણા જ દિવાળી ગઈ, દિવાળીની શુભેચ્છાના મોટાભાગના મેસેજ વ્હોટસઅપ પર જ આવ્યા. આપણને જાણે એમ લાગે કે, દિવાળીની ઉજવણી માત્ર સોશિયલ મીડિયા પુરતી મર્યાદિત રહી ગઈ છે. સોશિયલ મીડિયાને કારણે લાગણીના સંબધોને સ્થાન રહ્યું નથી. ખેરપ સમય ખુબ આગળ નીકળી ગયો છે.ટેકનોલોજીના સહારે એક સામાન્ય માણસ પણ રાજા મહારાજાઓ એમના સમયમાં કલ્પના પણ નહોતા કરી શકતા તેની સુવિધાઓ અને સવલતો ભોગવે છે, દા.ત. જો એ સમયમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી ગઈ હોત તો ઈ.સ. ૧૮૫૭ નો વિપ્લવ એટલે કે અંગ્રેજો સામેની ગુલામીમાંથી મુક્તિની પ્રથમ ચળવળ જ ભારતમાં સફળ બની ગઈ હોત.. સમયસર સાચા હાથોમાં સંદેશા પહોંચ્યા હોત અને આપણને ૧૮૫૭માં જ આઝાદી મળી ગઈ હોત..પરંતુ વાત હવે બીજા પ્રકારની આઝાદીની છેપ હાલમાં જ એક સુપ્રસિદ્ધ યુનિવર્સિટીએ હાથ ધરેલા સર્વેમાં એવું તારણ બહાર આવ્યું કે ફેસબુક અને વોટ્‌સ એપ પર વધારે સમય વીતાવવા વાળા લોકોમાં ઈર્ષા, નિરાશા અને તણાવનું પ્રમાણ તેનાથી અળગા રહેતા લોકો કરતા ૪૦ ટકા વધારે હોય છે.. સોશિયલ મીડિયા ઉપર મોટાભાગે લોકો પોતાના જીવનની આનંદિત પળો જ શેર કરતા હોય છેપ જેની સામે જોનાર વ્યક્તિ પોતાના જીવનની નકરાત્મક પળોને સરખાવે છે અને ઈર્ષા અને તણાવમાં ગરકાવ થઈ જતાં હોય છે.. દા.ત. જે મૂરતિયાના હજારો પ્રયત્ન પછી પણ લગ્ન ન થઈ રહ્યા હોય તે તેના ફેસબુક મિત્રોની સગાઈ, સગપણ અને હનીમૂનનાં ફોટા જોઈને માનસિક ત્રાસમાંથી પસાર થાય છે.તો બીજા એક સર્વે પમાણે ભારતમાં ઈ.સ. ૧૯૨૦-૩૦ ના દાયકામાં જે સ્તરના તણાવ માટે લોકો મનોરોગના ચિકિત્સક પાસે જતા હતા.. હાલમાં તે સ્તરનું તણાવ ૮-૧૦ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોમાં જોવા મળે છે.. અને કૉલેજીયનોની તો વાત જ ન કરો અને આ તણાવનું એક મસમોટું કારણ સોશિયલ મીડિયા છે.ઘણીવાર વાયુવેગે અફવાઓ અને દંગાઓ ફેલાવવામાં પણ સોશિયલ મીડિયાએ મોટો ભાગ ભજવ્યો છે.. તાજેતરમાં દિલ્હીની એક વેરભાવથી એક છોકરાનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વહેતો મૂક્યો અને આરોપ લગાવ્યો કે આ છોકરાએ તેની છેડતી કરી છે.. દેશ વિદેશના લોકોએ ટપોટપ શેર કરવા મંડ્યું.. પોલીસે કિસ્સો હાથમાં લઈ સમગ્ર ઘટનાની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે છોકરો નિર્દોષ હતો.. એક ન્યુઝ ચેનલે માફી પણ માંગી.. પણ તે છોકરાના ચરિત્રનું કારણ વિના પતન કરવામાં આવ્યું તેની ભરપાઈ કોણ કરશે.તો બીજી આવી ઘટનામાં તમિલનાડુની એક કૉલેજની યુવતીની કોઈક અજાણ્યા ઈસમે તેના ફોટા સાથે ચેડાં કરી અર્ધનગ્ન સ્થિતિમાં ફેસબુક પર પોસ્ટ કરી.. યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરી.. પરંતુ પોલીસે સમગ્ર મામલામાં રસ ન ધરાવ્યો.. અને તે યુવતીએ બદનામીના ડરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું.. શું સોશિયલ મીડિયા એક પિતાને તેની લાડકવાયી પુત્રી પાછી લાવી આપશે.પાટીદાર અનામત આંદોલન વખતે આવી જ ઘટનાઓની ભીતિથી ગુજરાત સરકાર નેટ બંધ કરી સોશિયલ મીડિયા પર સંકજો કસ્યો હતો.. નેટ બંધ થયું તો ગુજરાત ભરનાં યુવાનીયાઓને લાગવા લાગ્યું કે જાણે ઑક્સીજનની કમી થઈ ગઈ.અને એ તો હકીકત છે કે સુવાના સ્થાનની પાસે મોબાઈલ ચાર્જીંગ પોઈંટ મળી જાય તો સ્વર્ગ સુખ મળ્યાની અનુભૂતિ થાય અને જ્યારે પણ આપણા મોબાઈલની બેટરી ખતમ થાવાની ત્યારે ગમે તેટલો શાંત મગજ વાળો માણસ પણ થોડી ક્ષણો માટે તો તણાવમાં આવી જ જાય છે.આજની પેઢીને જો એવું કહેવામાં આવે કે વૃક્ષો વાવવાથી મફત વાય ફાય મળે તો ૧૦૦ ટકા વૃક્ષો વાવશે.. પણ કમનસીબે હાલમાં તો વૃક્ષો માત્ર છાંયો અને ઓક્સીજન જ આપે છે જે કદાચ વાય ફાય કરતાં વધારે મહત્વનું નહીં હોય, નહીં?

Related posts

मोदी के साथ खेलना बच्चो का खेल नहीं…मेनकाजी, सुलतानपुर की सेवा करे स्मृति की तरह..!

aapnugujarat

બકાના ગતકડાં

editor

पश्चिम बंगाल में धारा 356 लगाने की तैयारी में केंद्र सरकार…?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1