Aapnu Gujarat
બ્લોગ

કોર્ટના આદેશ છતાં તાજની મરામત શા માટે નથી કરતી કેન્દ્ર-યુપી સરકાર?

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશ સરકારને આકરા પાણીએ કહ્યું કે સરકાર તાજની મરામત કરવાનું મુનાસીબ નથી માનતી તો તેને બેફીકર તોડી પાડે જેથી પ્રેમની અમર નિશાની જોવા માટે કોઈ આવે જ નહિ.કોર્ટે એવું પણ કહ્યું કે પેરિસનો એફિલ ટાવર કોઈ ટીવી ટાવર સમાન છે છતાં પણ તેને જોવા દુનિયાભરના લોકો આવે છે જ્યારે કે તાજમહેલની સુંદરતા છે છતાં પણ તેને બચાવવા સરકાર પ્રયાસો કેમ નથી કરવા માંગતી. સર્વોચ્ય અદાલતની આ ફટકાર બાદ બંન્ને સરકાર કેટલી જાગી છે તેની હજી ખબર નથી પરંતુ તાજ મહેલની મરામત શા માટે નથી રહી અથવા કેમ નહિ થાય એ તો લોકો જાણે છે.
ભારતની સુર સામગ્રી કોકીક કંઠી લતાજીએ શું બહુ સરસ ગાયું છે ‘નામ ગુમ હો જાયેગા ચહેરા યે બદલ જાયેગા..મેરી આવાજ નહીં પહચાન હૈ અગર યાદ રહે..!! બરાબર આવું જ કાંઈક ભારતની ધરોહર ખ્યાતનામ ઈમારત તાજમહેલની સાથે થઈ શકે છે. જો કેન્દ્ર સરકાર અને યુપી સરકાર એને બચાવશે નહિ તો ૧૯૮૦ થી સુપ્રિમ કોર્ટમાં તાજને વાયુ અને જળ પ્રદૂષણથી બચાવવાની કાનૂની લડાઈ એમ.સી.મહેતા નામના વકીલ સરકારોની સામે લડી રહ્યા છે. કોર્ટે અનેક નિર્દેશ આપ્યા,રિપોર્ટ માંગ્યા પરંતુ બંન્ને સરકારોએ જ્યારે કશું જ ના કર્યું ત્યારે સુપ્રિમ કોર્ટે બંન્ને સરકારોને ફટકાર લગાવી.
તાજમહેલનો વાંક એટલો જ છે કે તેને મોગલ બાદશાહે બનાવ્યો હતો. પરંતુ ઈતિહાસને કેવી રીતે બદલી શકાય છે? ફિરંગીઓએ ૨૦૦ વર્ષ સુધી ભારતને પોતાના પગ નીચે દબાવી રાખ્યું આ હકીકત કેવી રીતે બદલી શકાય? નફરત કરાવવાથી થઈ શકે છે પરંતુ સુંદરતાથી ભરેલા તાજમહેલથી નફરત કેમ? કોઈકને આ સારું નથી લાગતું તો બેશક કોર્ટે કહ્યું તેમ તેનો ધ્વંસ કરી નાંખવો જોઈએ. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી પરંતુ તેની મરામત નથી કરવી તેને ધીરી ગતિએ મરવા માટે છોડી દેવો એવું અતુલ્ય ભારત બનાવવાનું કોણ ચાહે છે? આ શું કોઈ છૂપો એજન્ડા છે કે તેની વરસો સુધી મરામત જ ન થાય અને આખરે સમયની સામે લડતા લડતા તાજમહેલ પ્રદૂષણનો શિકાર થઈ જાય અને એક ધરોહર આ જમીન ઉપર જ ખતમ થઈ જાય? સરકાર ત્રણ તલાકના સુપ્રિમ કોર્ટના આદેશને માને છે,સંસદમાં કાયદો પસાર થાય છે,રામ મંદિરનો ફેંસલો કોર્ટ પર છોડવો મંજૂર છે પણ વાહ તાજને બચાવવા માટે સુપ્રિમના નિર્દોશોનું પાલન કરવું હોય તો સરકાર મૌન છે!! જાણે કાંઈ સાંભળતું જ નથી.
કોઈને સારું લાગે કે ન લાગે તાજ મહેલને તમે કિનારે ન કરી શકો,ભૂલી ન શકો તેની કલા-કારીગરી અને ખૂબસુરતીન કોઈ પણ નજર અંદારજ ના કરી શકે. બીજા દેશના વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ ભારત આવે છે ત્યારે કેન્દ્ર સરકાર ભારે ઉત્સાહ સાથે તાજ જોવા લઈ જાય છે. તેની સુંદરતાના વખાણ કરે છે પરંતુ તેને બચાવવા કોર્ટ કહે છે તો આંખો ફેરવી લે આ કેવો અન્યાય. તાજ સાથે તાજ ભલે ન રહે પરંતુ લતાજીના અવાજની જેમ તાજની ખૂબસૂરતી પણ અમર છે. છૂપો એજન્ડા છોડી તેની મરામત થાય ખિલશે તા જ તો ખિલશે ભારત.(જી.એન.એસ)

Related posts

વરૂણ ધવન : નિર્માતા – દિગ્દર્શકો માટે ટંકશાળ બની ગયો

aapnugujarat

મેઇક ઈન ઈન્ડિયામાં પરિવર્તન

aapnugujarat

भारत-भूटान प्रेमालाप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1