Aapnu Gujarat
બ્લોગ

વરૂણ ધવન : નિર્માતા – દિગ્દર્શકો માટે ટંકશાળ બની ગયો

વરૂણ ધવન એક એવો સુપરસ્ટાર છે જેના નામે અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. વરૂણ ધવને અત્યાર સુધી એકપણ ફિલ્મ ફ્લોપ નથી આપી. વરૂણ ધવન અત્યારે ફિલ્મ ‘કલંક’ માટે ઘણી જ મહેનત કરી રહ્યો છે અને પોતાની બોડી ફિટ રાખી રહ્યો છે. વરૂણ ધવનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઑક્ટોબર’ પણ હિટ રહી હતી અને દર્શકોએ તેમજ આલોચકોએ ફિલ્મને ઘણી જ વખાણી હતી. ફિલ્મમાં વરૂણનાં અભિનયની પણ લોકોએ પ્રસંશા કરી હતી. ફિલ્મ ‘કલંક’ એક મોટી ફિલ્મ છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટ સાથે સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ જોવા મળશે. ફિલ્મમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત ઘણા લાંબા સમય પછી એક સાથે જોવા મળશે.વરૂણ ધવન અત્યારે ઘણો જ વ્યસ્ત છે. તે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ‘સુઇ ધાગા’માં જોવા મળશે. આ સિવાય વરૂણ ધવન ‘એબીસીડી’ સીરીઝની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મ રેમો ડિસૂઝો ડાયરેક્ટ કરશે.વરુણ હીરો બનવા નહોતો માગતો, પણ એના પિતા ડેવિડ ધવનની જેમ ફિલ્મ ડાયરેક્ટર બનવા માગતો હતો, પણ પહેલી જ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એની એક્ટિંગે દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા અને વરુણ રાતોરાત સ્ટાર બની ગયો.વરુણે બહુ ટૂંકા સમયગાળામાં પોતાને એક ટેલેન્ટેડ હીરો અને અદાકાર તરીકે સ્થાપિત કરી બતાવ્યો છે. એણે ૮ વર્ષમાં ૯ ફિલ્મમાં અભિનય કર્યો છે અને બધી જ ફિલ્મ સુપરહિટ થઈ છે, એકેય ફ્લોપ નથી ગઈ. એની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ છે ‘ઓક્ટોબર’. જેને ફિલ્મ સમીક્ષકોએ વખાણી છે.એક્ટિંગ ઉપરાંત વરુણ પોતાની બોડીને ફિટ રાખવા માટે પણ ખૂબ મહેનત કરે છે. એણે આજે પોતાનો જન્મદિવસ ‘કલંક’ ફિલ્મના સેટ પર ઉજવ્યો છે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ સાથે ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મના દિગ્દર્શકે વરુણ માટે ખાસ ફિલ્મના સેટ ઉપર જ જિમનું સેટઅપ કરાવી દીધું છે.
યુવા અભિનેતા રોજ કિકબોક્સિંગની પ્રેક્ટિસ કરે છે.વરુણે ૨૦૧૨માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી રૂપેરી પડદા પર આગમન કર્યું હતું. ત્યારબાદ એની ફિલ્મો આવી હતી – ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘મૈં તેરા હીરો’, ‘બદલાપુર’, ‘એબીસીડીઃ એની બોડી કેન ડાન્સ-૨’, ‘દિલવાલે’, ‘ઢીશૂમ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘જુડવા-૨’.આગામી નવી હિન્દી ફિલ્મ ‘સુઈ ધાગા’ની સહ-અભિનેત્રી અનુષ્કા શર્માએ વરુણને આમ ટ્‌વીટ કરીને એને જન્મદિનની શુભેચ્છા આપી છે.વરુણ ધવનની કારર્કિદી પૂરપાટ ગતિએ આગળ વધી રહી છે. બદલાપૂર અને ઓક્ટોબર જેવી ગંભીર અને પડકારજનક ફિલ્મોમાં પણ એણે પોતાનો જાદુ વિખેર્યો છે તો હમ્પટી શર્મા અને જુડવા-ટુ જેવી કમર્શિયલ ફિલ્મો કરી લોકોને મનોરંજન પૂરું પાડયું છે. પરંતુ બોલીવુડમાં પ્રાપ્ત થયેલી સફળતાથી એ છકી નથી ગયો. એના પગ જમીન પર છે એની પ્રતીતિ ચાહકોને સતત કરાવતો રહે છે.
એના ચાહકોની સેલ્ફીની માંગ એ ઠુકરાવતો નથી અને અમુક જાહેર સ્થળોએ ચાહકો અભિવાદન કરે તો સ્મિત સાથે એને સ્વીકારે છે. એ માને છે કે આ પ્રકારની વર્તણૂકથી ચાહકો ખુશ થઈ જતા હોય તો એમા ખોટું શું છે. છ વર્ષ અગાઉ કારકિર્દીની શરૃઆત કરનાર વરુણમાં અભિનયનો કીડો છે. એ કહે છે કે માત્ર નાણા કમાવવાનો આશય હોત તો અભિનય ન કરતાં નિર્માતા બન્યો હોત.
વરુણ કહે છે કે ઓક્ટોબર એક સફળ ફિલ્મ પૂરવાર થઈ છે. આ ફિલ્મની પ્રમોશન ટીમનો હિસ્સો એ ન બન્યો એ શૂજીત સરકારની વ્યૂહ રચના હતી. એને ચિંતા હતી કે વરુણ પ્રમોશનનો મોટો હિસ્સો બનશે તો દર્શકોની અપેક્ષાઓ વધી જશે. ઓક્ટોબર એક ગંભીર લવસ્ટોરી હતી અને એની છાપ ટોમબોય પ્રકારની વધુ છે. એણે કારકિર્દીના શરૃઆતના તબક્કાથી ફિલ્મો અને પાત્રની પસંદગી ચીવટપૂર્વક કરી છે. એની મહત્તમ ફિલ્મો કમર્શિયલ હોવા છતા એણે બોલીવુડના પરંપરાગત હીરોને છાજે એવો અભિનય નથી કર્યો. હીરો હંમેશા કોઈકનું જીવન બચાવે એ જરૃરી નથી. હિન્દી સિનેમામાં હીરોની વ્યાખ્યા ઝડપભેર બદલાઈ રહી છે. એની બીજી ફિલ્મ મૈ તૈરા હીરોમાં પણ એની ભૂમિકા સહેજ હટ કે કહી શકાય એ પ્રકારની હતી. એબીસીડી-ટુ, હમટી શર્મા કી દુલ્હનીયા જેવી ફિલ્મોમાં પણ એણે એક સામાન્ય માનવીને છાજે એ પ્રકારની ભૂમિકા આત્મસાત કરી હતી.
વરુણ કહે છે કે મુખ્યપ્રવાહ અને વાસ્તવવાદી ફિલ્મોમાં કામ કરી એણે સ્વંય માટે એક પ્રકારનું સંતુલન જાળવ્યું છે. જોકે ફિલ્મના પરદા પર ઓર્ડિનરી મેનને સાકાર કરવો એને હંમેશા વધુ પડકારજનક લાગ્યું છે. એક કલાકાર તરીકે દિગ્દર્શક હંમેશા શું પહેરવું, શું બોલવું અને ક્યારે બોલવું ઈત્યાદિ સૂચનાઓ આપતા હોય છે. જેથી કલાકારની એક છબિ ઉપસે છે. ઓક્ટોબરમાં એણે આ છબિને ફ્રેંકી વાસ્તવિક વરુણ ધવનને પરદા પર ઉજાગર કરવાનો હતો. ઓક્ટોબરના શૂટીંગ માટે એણે ૪૦ દિવસ ફાળવ્યા હતા. અને આ શેડયૂલના અંતે એ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. વરુણ કહે છે હવે સ્પર્ધાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. એ સ્વીકારે છે કે એની પેઢીના ઘણા કલાકાર છે જે ખરા અર્થમાં પ્રતિભાશાળી છે. પરંતુ જુડવા-ટુ અને ઓક્ટોબર જેવી અત્યંત વિરોધાભાસી કહી શકાય એવી ફિલ્મો એની પેઢીના અન્ય કોઈ કલાકારએ નથી કરી. પાત્રની પસંદગી કરવાના નિર્ણય માત્ર એ પોતે લે છે. અલબત્ત એ અન્ય કલાકાર પાસેથી પ્રેરણા જરૃર લે છે. બજરંગી ભાઈજાનમાં સલમાનનું અને થ્રી ઈડિયટમાં આમીરનું કામ જોઈને એને પ્રેરણા મળે છે. આ પ્રકારની ફિલ્મ એને ફાળે આવે એવી એની ઈચ્છા છે. વરુણ કહે છે હવેના સમયએ કલાકારોના જીવન સમક્ષ એક નવા પ્રકારનો પડકાર ઉભો કર્યો છે. અગાઉ સોશિયલ મિડિયા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશન ઈત્યાદિ બબાલો નહોતી. એના પિતા ડેવિડ ધવન પાપારાઝી અને ડિજિટલ યુગના ઉદય પહેલાની પેઢીના કલાકારોમાંના એક છે. એમણે બીજા દબાણોનો સામનો કર્યો હતો. એના પિતા ડેવિડ જ્યારે એની ઉંમરના હતા ત્યારે આખા કુટુંબને સાચવવાની તથા આર્થિક સલામતી પૂરી પાડવાની જવાબદારી એમના શિરે હતી. હજી સુધી એણે આ પ્રકારના દબાણનો અનુભવ નથી કર્યો. વરુણ જાણે છે કે એની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથેના સંબંધોને લઈને ઘણી અફવા ઉડે છે. પરંતુ આ એનું અંગત જીવન છે જેની ચર્ચા એ સાર્વજનિક પ્લેટફોર્મ પર કરવા નથી માંગતો.

Related posts

મનઃ બિમારીનું પ્રવેશદ્વાર

editor

JOKES

aapnugujarat

” મા નું શ્રાદ્ધ ! “

aapnugujarat

Leave a Comment

UA-96247877-1