Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક : ઘણાં અસંતુષ્ટોની નારાજગી હજુ દૂર થઇ નથી : કુમારસ્વામી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યમાં શરૂ થયેલી રાજકીય ખેંચતાણનો દોર હજુ પણ જારી રહ્યો છે. થોડાક દિવસ પહેલા મંત્રીમંડળના વિસ્તરણ બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર કેટલાક ધારાસભ્યો નાખુશ દેખાઈ રહ્યા છે. પાર્ટી છોડવા માટેની વિચારણા પણ કરી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યોની નારાજગીને દૂર કરવા માટે પાર્ટી રોટેશન પ્લાન ઉપર વિચારણા કરી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સંકટ મોચન ગણાતા ડીકે શિવકુમાર અને મુખ્યમંત્રી કુમારસ્વામીએ કબૂલાત કરી છે કે, કેટલાક ધારાસભ્યો નાખુશ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવકુમારે કહ્યું છે કે, આ સ્વાભાવિક છે કે, વરિષ્ઠ નેતા નારાજ દેખાઈ રહ્યા છે. ખાલી હોદ્દાઓને ભરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. આ જગ્યાઓને ટૂંક સમયમાં જ ભરવામાં આવશે. પાર્ટી હાઈકમાન્ડ ઉપર વિશ્વાસ રાખવા માટે કહેવામાં આવ્યું છે કે, પાર્ટીના કાર્યકરોમાં વિશ્વાસ જગાવવાની જરૂર દેખાઈ રહી છે. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું છે કે, સભ્યો નાખુશ છે પરંતુ તેમને વિશ્વાસ છે કે, કોંગ્રેસના નેતા યોગ્ય નિર્ણય કરશે. બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય એચએમ રેવન્નાએ કહ્યું છે કે, તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને ભાજપમાં સામેલ થઇ શકે છે. ભાજપ તરફથી પણ આને સમર્થન આપવામાં આવ્યું છે. ધારાસભ્યોનું કહેવું છે કે, કેસી વેણુગોપાલ અને નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરે પોતાની ભૂમિકા યોગ્યરીતે અદા કરી નથી. આ પહેલા મંત્રીમંડળ વિસ્તરણની સાથે જ મંત્રી બનાવવાની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહેલા કેટલાક નેતાઓને ફટકો પડ્યો છે જેના પરિણામ સ્વરુપે વિરોધ પ્રદર્શન જારી છે. પાર્ટીના સુત્રોનું કહેવું છે કે, પાર્ટી હાઇકમાન્ડ વિરોધ દર્શાવનાર પર નજર રાખી રહી છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે, ભાજપ સાથે વાતચીત તેમની ચાલી રહી છે. વરિષ્ઠ સભ્યોએ કહ્યું છે કે, ખાતાઓની ફાળવણીને લઇને પણ કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો નાખુશ છે. નારાજ થયેલા ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. જે ધારાસભ્યો નારાજ છે તેમાં એમટીબી નાગરાજ, સતીષ ઝારખોલી, કે સુધાકર અને રેશન બેગનો સમાવેશ થાય છે. ઝારખોલીએ બેઠક બાદ કહ્યું હતું કે, કેટલાક નેતા પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ બાદ પણ મંત્રીપદ ન મળવાથી નારાજ છે. કર્ણાટકમાં કુમારસ્વામી સરકારમાં પોતાના મંત્રીઓને કોંગ્રેસ બે વર્ષ બાદ નવા ચહેરાને જગ્યા આપીને નવી યોજના ઉપર કામ કરી રહ્યું છે. અન્ય લોકોને પણ તક આપવામાં આવશે.

Related posts

વડાપ્રધાન મોદી દ્વારા વિરાટ કોહલીનો ફિટનેસ ચેલેન્જ હવે સ્વીકાર

aapnugujarat

बंगाल में 45 फीसद तक कम हुई बेरोजगारी दर : ममता

aapnugujarat

ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દેશમાં ૨૧ માસ રહી

editor

Leave a Comment

UA-96247877-1