Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દેશમાં ૨૧ માસ રહી

આજથી ૪૬ વર્ષ પહેલા ૨૫ જૂન, ૧૯૭૫માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી (ઈમર્જન્સી)ની જાહેરાત કરવામાં આવી હતી. દેશમાં કટોકટી ૨૧ મહિના એટલે કે ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી ચાલી હતી. આ દરમિયાન ૨૫ અને ૨૬ જૂનની મધ્યરાત્રીએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે સહી કરી તેની સાથે કટોકટી જાહેર થઈ ગઈ હતી. કટોકટી લાગુ કરવાનો દિવસે એટલે કે ૨૫ જૂન ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, લગભગ ૨ વર્ષ સુધી દેશમાં દમનનું એક સ્વરુપ રહ્યું જેણે લોકોને બ્રિટિશ રાજની યાદ અપાવી દીધી હતી. કહેવાય છે કે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના આ પગલા પર અમેરિકાની સરકારની નજર હતી, કારણ કે તેમના ઘરમાં એક અમેરિકનની નજર હતી, કારણ કે તેમના ઘરમાં એક અમેરિકન જાસૂસ હતો. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ઘરમાં ૧૯૭૫થી ૧૯૭૭ દરમિયાન એક અમેરિકન જાસૂસ હતો, જે તેમની દરેક રાજકીય ગતિવિધિ પર નજર રાખીને તે ખબરને અમેરિકા પહોંચાડતો હતો. આ ખુલાસો વિકિલીક્સને થોડા વર્ષો પહેલા અમેરિકન કેબલ્સ દ્વારા કર્યો હતો. વિકિલીક્સ મુજબ, કટોકટી દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ઘરમાં રહેલા જાસૂસની દરેક રાજકીય ગતિવિધિ પર નજર હતી. તે તમામ જાણકારી અમેરિકન દૂતાવાસને મોકલાવતો હતો. જાેકે, કેબલ્સમાં આ જાસૂસના નામનો ઉલ્લેખ નથી કરાયો. ૨૬ જૂન ૧૯૭૫એ ઈન્દિરા ગાંધી દેશમાં ઈમર્જન્સી જાહેર કરી તેના એક દિવસ પછી અમેરિકન દૂતાવાસના કેબલમાં કહ્યું હતું કે આ ર્નિણય પર તેઓ પોતાના દીકરા સંજય ગાંધી અને સેક્રેટરી આરકે ધવનના પ્રભાવમાં હતા. કેબલ લખે છે કે, “વડાપ્રધાનના ઘરમાં રહેલા ‘નજીકની વ્યક્તિએ’એ આ કન્ફર્મ કર્યું છે કે બન્ને કોઈ પણ રીતે ઈન્દિરા ગાંધીને સત્તામાં બનાવેલા રાખવા માગતા હતા.” આ બન્નેનો મતલબ એટલે સંજય ગાંધી અને ઈન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી આરકે ધવન સાથે હતો. ધવને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના તત્કાલીન સીએમ એસએસ રાયે જાન્યુઆરી ૧૯૭૫માં જ ઈન્દિરા ગાંધીને ઈમર્જન્સી લગાવવાની સલાહ આપી હતી. ઈમર્જન્સીની યોજના તો ઘણી પહેલાથી બનેલી હતી. ધવને કહ્યું હતું કે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદને ઈમર્જન્સી લાગુ કરવાના પત્ર પર સહી કરવા અંગે કોઈ વાંધો નહોતો. તેઓ તો તેના માટે તૈયાર હતા. ધવને એ પણ જણાવ્યું કે કોઈ પણ રીતે કટોકટી દરમિયાનની બેઠક બોલાવીને નિર્દેશ કર્યો હતો કે આરએસએસના એ સભ્યો અને વિરોધ પક્ષના એ નેતાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવે જેમને અરેસ્ટ કરવાના છે.

Related posts

PM addresses tax administrators at Rajasva Gyan Sangam

aapnugujarat

કેજરીવાલની પાર્ટી છોડવા કેટલાક કારણો છે : અલકા

aapnugujarat

पुरी रथ यात्रा को सुप्रीम की मंजूरी

editor

Leave a Comment

UA-96247877-1