Aapnu Gujarat
રમતગમત

કોહલીની કેપ્ટનશીપ ખતરામાં…???

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલના સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ છે, પરંતુ કેપ્ટનશીપમાં તે એક વખત ફરીથી નિષ્ફળ રહ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારત વધુ એક વખત આઇસીસી ટુર્નામેન્ટ હારી ગયું. અત્યાર સુધી વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાને એક પણ આઈસીસી ટુર્નામેન્ટની ટ્રોફી અપાવી નથી. એટલું જ નહીં કોહલી એક પણ વખત આઇપીએલની ટ્રોફી પણ જીત્યો નથી.
વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર હવે પ્રશ્ન ઉઠવા લાગ્યો છે. શું તેણે કેપ્ટનશીપ છોડી દેવી જાેઇએ? હાલની સ્થિતિને જાેતા એ વાતમાં પણ દમ દેખાય છે. વિરાટ કોહલીના કેપ્ટન બન્યા બાદ ભારતને ૨૦૧૭ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને હરાવ્યું. પછી ૨૦૧૯ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે હરાવીને સપના તોડી દીધા. ત્યારબાદ હવે ૨૦૨૧ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ વિરાટ કોહલી ખિતાબ જીતવાથી ચૂકી ગયો.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને ઠીક એ જ અંદાજમાં હરાવ્યું જેવી રીતે તેમણે વિરાટ કોહલીની ટીમને ૨૦૧૯ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હરાવ્યા હતા. કેન વિલિયમનસ અને વિરાટ કોહલીની બીજી વખત આઇસીસીની કોઇ ઇવેન્ટની નોકઆઉટ મેચમાં સામ-સામે આવ્યા. કેન વિલિયમસને દુનિયાને બતાવી દીધું કે કોણ છે બેસ્ટ કેપ્ટન.
ટીમ ઇન્ડિયાના બેટસમેન ન્યૂઝીલેન્ડના બોલર્સની સામે ઝઝૂમતા દેખાયા. ભારતના બેટસમેન ના તો સ્વિંગ સમજી શકયા અને ના તો સીમ. ન્યૂઝીલેન્ડના બોલર્સે ભારતના બેટસમેનને એવા ફસાયા જેનાથી તે ઉભરી જ ના શકયા. બીજી ઇનિંગ્સમાં શુભમન ગિલ (૮), રોહિત શર્મા (૩૦), ચેતેશ્વર પૂજારા (૧૫), વિરાટ કોહલી (૧૩)નું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતને ઓછી મેચની પ્રેક્ટિસનું પણ નુકસાન થયું. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચની તૈયારી આઈપીએલ રમીને કોઈ કરી શકતું નથી. ટીમ ઈન્ડિયા તૈયારીની બાબતમાં ન્યુઝીલેન્ડ કરતાં પાછળ હતું. ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડનો પેસ બોલિંગ એટેક જબરદસ્ત હતો. આપને જણાવી દઈએ કે ભારતની ટીમનો રેકોર્ડ ઇંગ્લેન્ડની ધરતી પર ખૂબ ખરાબ છે.
વર્લ્ડ ક્રિકેટના દિગ્ગજાેએ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવાની માંગ કરી છે. એક ઇન્ટરવ્યુમાં પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ કહ્યું હતું, વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવો જાેઇએ. કિરણ મોરેએ કહ્યું હતું, ‘રોહિત શર્મા જલ્દીથી કેપ્ટન બની શકે છે. વિરાટ કોહલી એક ચતુર કેપ્ટન છે અને તે ધોનીના નેતૃત્વમાં ખૂબ રમ્યો. જાેકે હવે તેઓ વન-ડે અને ટી-૨૦ ટીમની કેપ્તનશીપ કેટલો સમય કરવા માંગે છે તેના અંગે તે જ વિચારશે. કિરણ મોરેએ કહ્યું, ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ આ ર્નિણય અંગે દરેકને વધુ જાણીશું. કિરણ મોરે એ કહ્યું હતું, ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં કેટલાંક મોટા ફેરફારો જાેઇ શકાય છે, તે કહેવું ખોટું નહીં હોય. તેમનો ઇશારો છે કે ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માને સોંપી શકે છે.

Related posts

મારું કોઈએ સન્માન ન કર્યું એટલે ઓક્શનથી આઉટ થઈ ગયો

aapnugujarat

थॉमस एंड उबर कप में खेलेंगी सिंधु

editor

भारतीय टीम को धोनी के बिना खेलने की आदत डालनी होगी : गांगुली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1